સુરતના લીંબાયત ખાતે આગામી 26-27મી મે ના રોજ યોજાશે આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર

ધર્મ
Spread the love

સુરત, 22 મે : બાગેશ્વર સરકાર આયોજન સમિતિ સુરત દ્વારા આગામી તારીખ 26 અને 27 મેના રોજ સાંજે 5:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી નીલગીરી મેદાન, લીંબાયત, સુરત ખાતે બહુ ચર્ચિત હિન્દુ રાષ્ટ્રના પ્રણેતા આચાર્યશ્રી ધીરેન્દ્ર શાસ્ત્રીજીનો દિવ્ય દરબાર દિવ્ય પ્રવચનના ટાઈટલ થકી દિવ્ય દરબારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

વધુમાં આયોજન સમિતિ દ્વારા જણાવવામાં આવે છે કે આ કાર્યક્રમ સુપેરે પાર પાડવા ભવ્ય અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે જેમાં ધર્મપ્રેમી જનતાની બેઠક વ્યવસ્થા માટે વિશાળ એવા ૧૬+૪ એટલે કે ૨૦ બ્લોક બનાવવામાં આવશે જેમાં ટોટલ ૭,૨૦,૦૦૦ સ્ક્વેર ફીટ ગ્રાઉન્ડ કવર કરવામાં આવનાર છે આ ૨૦ બ્લોકમાં ટોટલ ૧,૭૫,૦૦૦ શ્રોતાઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવનાર છે જેમાં શ્રોતાઓને ઠંડા પાણીની પણ વ્યવસ્થા રાખવામાં આવનાર છે. તેમ જ કુલ ૬ જગ્યાએ નિશુલ્ક પાર્કિંગની વ્યવસ્થાનું પણ આયોજન કરવામાં આવેલ છે. ૧૦૦×૪૦ ફૂટનો ભવ્ય સ્ટેજ બનાવવામાં આવનાર છે તથા ૫૦૦૦ સ્ક્વેર ફૂટથી વધારે જગ્યાને કવર કરતા એલઈડી સ્ક્રીન પણ લગાવવામાં આવનાર છે.

આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં આયોજકો દ્વારા વિવિધ સમિતિઓ બનાવવામાં આવેલ છે જે પૈકી આયોજન વિશે માહિતી આપવા માટે ત્રણ સદસ્યોની પ્રવક્તા તરીકે નિમણૂક કરવામાં આવેલ છે.જેમાં,કૈલાશ જી હાકીમ ( 9825134208 ), સાવરમલ બુધિયા ( 9825063209 ),પ્રતાપ જીરાવાલા ( 9825130220/9879430220 )નો સમાવેશ થાય છે.

સોમવારે આ દિવ્ય દરબારના સંદર્ભમાં એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, ઉપસ્થિત લીંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ તથા સમિતિના અગ્રણીઓએ દિવ્ય દરબાર વિષે વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે ધારાસભ્ય સંદીપ દેસાઈ , શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂત, જીગ્નેશ પાટીલ, નગરસેવકો, વિવિધ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *