
સુરત, 28 મે : સમગ્ર દેશમાં લવ જેહાદની પ્રવૃત્તિ દ્વારા હિન્દૂ સમાજની દીકરીઓને ફોસલાવી વિધર્મીઓ દ્વારા ફસાવવાનું એક મોટુ ષડયંત્ર ચાલી રહ્યુ હોવાનો પર્દાફાશ થયો છે. ત્યારે,આ પ્રકારના કડવા પણ નગ્ન સત્યને ” ઘી કેરલા સ્ટોરી ” ફિલ્મમાં ખુબ જ સચોટ રીતે દર્શાવવામાં આવ્યું છે. સમગ્ર ભારતમાં હિન્દૂ સમાજને જાગૃત કરવા આ ફિલ્મને યુવાન દીકરીઓને સામુહિક રીતે દર્શાવી વિવિધ સામાજિક સંગઠનો દ્વારા જનજાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપક્રમમાં શનિવારે સાંજે સુરત શહેરના મગદલ્લા રોડ સ્થિત સીટી પ્લસ થિયેટરમાં રક્ષક ચેરીટેબલ ટ્રસ્ટ અને બ્લેક ઈગલ ઓર્ગેનાઇજેશન દ્વારા હિન્દૂ સમાજની યુવાન દીકરીઓને ” ઘી કેરલા સ્ટોરી ” ફિલ્મ દર્શાવવાનો એક કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જેમાં,આ ફિલ્મને દર્શાવ્યા પહેલા ઉપસ્થિત યુવતીઓ, પરિણીત મહિલાઓ સમક્ષ લવ જેહાદની વાસ્તવિકતા અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમના પ્રારંભમાં રક્ષક ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ ગૌરવ પટેલે સૌને આવકારી તેમના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ વિષે વિસ્તૃત માહિતી આપી હતી.ત્યાર બાદ આરએસએસના વિકાસભાઈ સોની અને ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા ટીમના સદસ્ય ભાવેશ ત્રિવેદી દ્વારા લવ જેહાદ અને દેશભરમાં સનાતન ધર્મ પર થઇ રહેલા કુઠારાઘાત અંગે ઉપસ્થિત યુવતીઓને વિસ્તૃત સમજ આપી હતી.

સમગ્ર ગુજરાતમાં લવ જેહાદના વિષય પર આક્રમક રીતે કાર્ય કરતા અને સમગ્ર હિન્દૂ સમાજને સંગઠિત કરવા સતત પ્રયાસ કરતા સનાતની સામાજિક મહિલા અગ્રણી કાજલબેન હિંદુસ્થાની હાજર રહ્યા હતા.આ કાર્યક્મમાં તેમણે ઉપસ્થિત યુવતીઓને લવ જેહાદ દ્વારા વિધર્મીઓ કેવી રીતે હિન્દૂ સમાજની દીકરીઓને ફસાવે છે અને કેવી કેવી યાતનાઓ આપે છે તેનો વિસ્તૃત ચિતાર આપ્યો હતો. આ અવસરે રક્ષક ગ્રુપના પદાધિકારીઓએ કાજલબેન સહિતના અગ્રણીઓનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.આ સમગ્ર કાર્યક્મની સફળતા અંગે રક્ષક ગ્રુપના પ્રમુખ ગૌરવ પટેલે ઉપસ્થિત સૌ કોઈનો આભાર પ્રગટ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં રક્ષક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. કોરોના કાળ દરમિયાન આ ટ્રસ્ટ દ્વારા મહિનાઓ સુધી ભુખ્યાને નિ:શુલ્ક ભોજન આપવામાં આવ્યું હતું. પ્ર્રતિ વર્ષ આ ટ્રસ્ટ દ્વારા શહેરીજનો પાસેથી તેમના જુના જીન્સના પેન્ટ તેઓને આપવા અનુરોધ કરવામાં આવે છે અને તેમાંથી સ્કૂલ બેગ બનાવવામાં આવે છે. જે સ્કૂલ બેગ દક્ષિણ ગુજરાતના આંતરિયાળ ગામડાઓમાં જરૂરિયાતમંદ બાળકોને વિતરણ કરવામાં આવે છે.સાથે સાથે તેમની જ અન્ય સંસ્થા બ્લેક ઈગલ ઓર્ગેનાઇજેશન દ્વારા સતત સનાતન ધર્મની રક્ષા કરવામાં આવે છે તેમજ લવ જેહાદ દ્વારા ફસાયેલી હિન્દૂ દીકરીઓને સુરક્ષિત પાછી લાવવાનું કાર્ય પણ કરવામાં આવે છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત