સુરત, 02 જૂન : સુરત જિલ્લા રોજગાર કચેરી, નર્મદ યુનિ. અને લોકલ વોકલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે 6 જૂન-2023ના રોજ સવારે 10 વાગ્યે વીર નર્મદ યુનિવર્સિટી ખાતે શ્રીમદ્ રાજચંદ્ર પ્રાર્થના હોલમાં રોજગાર ભરતી મેળો યોજાશે.
યુનિ. કુલપતિ ડૉ.કિશોરસિંહ ચાવડાના સહયોગ અને માર્ગદર્શનમાં આયોજિત આ જોબ ફેરમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ(TCS), ICICI બેન્ક, GTPL સર્વિસ લિ. જના ફાયનાન્સ બેન્ક જેવી 50 થી પણ વધુ નામાંકિત કંપનીઓમાં 700થી વધારે ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. B.com, M.com, B.B.A., M.B.A., B.Tech, M.Tech, B.C.A., MC.A. અભ્યાસક્રમના રોજગારવાંચ્છુ વિદ્યાર્થીઓ-યુવાનો માટે રોજગારી મેળવવાની સુવર્ણ તક છે. જેથી વધુને વધુ યુવાનો આ ભરતી મેળાનો લાભ લે એમ યુનિ. કુલસચિવની યાદીમાં જણાવાયું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત