સુરત : બાયોડાયવર્સિટી પાર્ક ખાતે ‘વિશ્વ પર્યાવરણ દિન’ની ઉજવણી કરવામાં આવી

સ્થાનિક
Spread the love

સુરત, 5 જૂન : આજ રોજ ‘વિશ્વ પર્યાવરણ દિન’ નિમિત્તે CITIIS ચેલેન્જ યોજના હેઠળ પસંદગી પામેલ બાયોડાયવર્સિટી પાર્ક પ્રોજેક્ટ ખાતે વૃક્ષારોપણ તેમજ હોમ ગાર્ડનીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની થીમ ઝીરો પ્લાસ્ટિક યુસેઝ અને વ્રુક્ષો વાવો પર રાખવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં મહાનગરપાલિકા સ્થાયી સમિતિના ચેરમેન પરેશપટેલ અને મ્યુ. કમિશનર શાલીની અગ્રવાલના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યારબાદ સુરતના હોમ અને ટેરેસ ગાર્ડનીંગ એક્ષ્પર્ટ અનુપમા દેસાઈએ બાયોડાયવર્સિટી પાર્ક ખાતે ઉપસ્થિત શહેરીજનોને હોમ ગાર્ડનીંગ વિશે જરૂરી અને તેને સરળ બનાવવાની રસપ્રદ પદ્ધતિઓની માહિતી આપી હતી. ઉપરાંત તેમણે હોમ ગાર્ડનીંગ કેવી રીતે એક સ્ટ્રેસ બસ્ટરનો ભાગ ભજવે છે તે લોકોને સમજાવ્યું હતું. ઉપરાંત, બાયોડાયવર્સિટી પાર્ક પ્રોજેક્ટના ઈજારદારો તથા તેઓના સુપરવાઈઝરો અને કામદારોને મિયાવાકી પ્લાન્ટેશન પદ્ધતિની સમજણ આપવામાં આવી હતી. અંતમાં કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ શહેરીજનને હોમ ગાર્ડનીંગ એક્ષ્પર્ટના હસ્તે જ્યુટ બેગ, કેપ, બાયોડાયવર્સિટી પાર્ક બ્રોશર તથા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *