સુરત : ગ્રીનમેન વિરલ દેસાઈ દ્વારા સરથાણા નેચર પાર્કમાં ‘મિશન લાઈફ’ અંતર્ગત પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

સ્થાનિક
Spread the love

સુરત, 6 જૂન : ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણપ્રેમી વિરલ દેસાઈ તેમજ તેમના હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા સુરતના સરથાણા નેચરપાર્કમાં વૃક્ષારોપણના માધ્યમથી પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત વિરલ દેસાઈ દ્વારા સરથાણા નેચરપાર્કમાં અઢીસો વૃક્ષોનું વાવેતર કરીને મિયાવાકી ટેક્નિક પર આધારિત ‘અમૃતવન’નું નિર્માણ થશે. ઉલ્લેખનીય છે કે વિરલ દેસાઈની ટીમ દ્વારા નેચરપાર્કમાં પાછલા પાંચ વર્ષોથી નિયમિત રીતે પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે, જે અંતર્ગત અત્યાર સુધીમાં હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન દ્વારા નેચરપાર્કમાં પાંચ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં નેચરપાર્કના અધિકારી ડૉ. રાજેશ પટેલ તેમજ હિના પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી પ્રસંગે વૃક્ષારોપણ માટે ઉપસ્થિત રહેલા ગ્રીનમેન વિરલ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘સરથાણા નેચર પાર્ક સાથેનો અમારો સંબંધ એક દાયકા જૂનો છે, જ્યાં છેલ્લા પાંચ વર્ષોથી નિયમિત રીતે અમે સાથે મળીને પર્યાવરણ દિવસની ઉજવણી કરીએ છીએ. આ વાર્ષે અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રોજેક્ટ મિશન લાઈફ અંતર્ગત પર્યાવરણ દિવસ ઉજવ્યો છે, જ્યાં અમે એક આખું ‘અમૃતવન’ તૈયાર કરી રહ્યા છીએ.’

વધુમાં તેમણે માહિતી આપી હતી કે નેચરપાર્કમાં તૈયાર થઈ રહેલ આ ‘અમૃતવન’ જાપાનીઝ મિયાવાકી પદ્ધતિથી તૈયાર થશે, જ્યાં એક જ પેચમાં બે હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કરીને એર ક્વોલિટી અને બાયોડાવર્સિટી પર ફોક્સ કરવામાં આવશે. વિશ્વ પર્યાવરણ દિવસની આ ઉજવણી દરમિયાન પ્લાસ્ટિક સંદર્ભે પણ જાગૃતિ અભિયાન છેડવામાં આવ્યું હતું. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા મિશન લાઈફ અંતર્ગત જે મુજબની ઈકોફ્રેન્ડલી જીવનશૈલી જીવવાનું આહ્વાન થયું છે એ મુજબની જીવનશૈલી જીવવા માટે શપથ પણ લેવાડવવામાં આવ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *