સુરત જિલ્લાના અધિકારી-કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા જિલ્લા કલેકટરનો આદેશ

સ્થાનિક
Spread the love

સુરત, 08 જૂન : ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં સંભવિત વાવાઝોડા બિપરજોય ત્રાટકવા અંગે આગાહી કરવામાં આવી છે. સંભવિત વાવાઝોડા સંદર્ભે વાવાઝોડું શાંત ન થાય ત્યાં સુધીના સમયગાળા દરમિયાન સુરત જિલ્લામાં સાવચેતી અને સલામતીના પગલાં સુનિશ્ચિત કરવા આવશ્યક છે.સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઈ ઈ.જિલ્લા કલેકટર બી.કે. વસાવાએ સુરત જિલ્લાના તમામ અધિકારી-કર્મચારીઓને પુર્વ મંજુરી સિવાય હેડ કવાર્ટર ન છોડવાનો આદેશ કર્યો છે. તેમજ કચેરીમાં હાજર રહેવા જણાવ્યું છે. તબીબી કારણોસર મંજુર થયેલ રજા સિવાય અન્ય તમામ કર્મચારીઓની રજા રદ કરી તેઓને હાજર થવા જણાવ્યું છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *