
સુરત, 27 જૂન: ‘યોગ’ને જન જન સુધી પહોંચાડી સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી તરફ લોકોને દોરવાના સંકલ્પ સાથે ગુજરાત યોગ બોર્ડના સુરત જિલ્લાના કોઓર્ડીનેટર ડો.દિશા જીગ્નેશ જાનીએ તા.21 જૂન-‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ના રાજ્યકક્ષાના કાર્યક્રમ દરમિયાન સુરતમાં રચાયેલા ગિનિઝ બુક ઓફ વલ્ડ રેકોર્ડની ટીમમાં એક્સપર્ટ જજ તરીકેની જવાબદારી સંભાળી માંડવી પંથક સહિત સમગ્ર સુરત જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.રાજ્યભરમાંથી પસંદ થયેલી શ્રેષ્ઠ કામગીરી જેવી કે યોગ પ્રવાસ, લોક સંપર્ક, યોગ વર્ગોની મુલાકાત, નવા યોગ ટ્રેનરો બનાવવા તેમજ તેમની સાથે આત્મિયતા કેળવી શ્રેષ્ઠ યોગદાન આપનાર સેવાકર્મીઓને સન્માનિત કરવાના ભાગરૂપે સુરત જિલ્લાના કો-ઓર્ડીનેટર ડૉ.દિશા જીગ્નેશ જાનીને આ સન્માન પ્રાપ્ત થયું છે.
છેલ્લા ઘણા વર્ષથી યોગમા પ્રવૃત્ત ડૉ.દિશા જીગ્નેશ જાનીએ ડિસેમ્બર 2019માં ‘ગુજરાત રાજ્ય યોગ બોર્ડ’નાં યોગ ટ્રેનર તરીકેની કારર્કીદીની શરૂઆત કરી હતી. નવેમ્બર 2020માં કોચ તરીકે ૫સંદગી પામી 2021માં સિનીયર કોચ તેમજ વર્ષ 2022માં તેઓની ડિસ્ટ્રિક્ટ કોઓર્ડીનેટર તરીકે નિમણુંક કરવામાં આવી હતી. વર્ષ 2019થી 2023 સુધી વિવિધ પદભાર સંભાળ્યા બાદ ડૉ.જાનીને મહિલા ગૌરવ એવોર્ડ-2023, તથા આંતરરાષ્ટ્રીય યોગ વીરાંગના-2023 જેવા એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત