
સુરત,20 જુલાઈ : વરસાદી સિઝનની શરૂઆતથી સુરત શહેર-જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે આજે સુરત શહેરમાં જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા હતા. સવારે 6 થી સાંજના 6 વાગ્યા દરમિયાન ચોર્યાસી તાલુકામાં 18 મિ.મી. તથા ઓલપાડમાં 10 મિ.મી. વરસાદ વરસ્યો હતો. સમગ્ર દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું, અને આકાશ કાળાડિબાંગ વાદળોથી છવાયેલું રહ્યું હતું.જ્યારે જિલ્લાના બારડોલી તાલુકામાં પણ 6 મિમી, કામરેજમાં 4 મિ.મી, પલસાણામાં 2, માંડવીમાં 3, અને મહુવામાં 4, માંગરોળમાં 9 મિ.મી વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં છુટા છવાયા વરસાદી ઝાપટાઓ પડયા હતા. જ્યારે ઉમરપાડા તાલુકો કોરોકટ રહ્યો હતો.

આજ રોજ ઉકાઈ ડેમ 333 ફૂટની રૂલ લેવલ છે, ત્યારે સાંજે 6 વાગ્યાની સ્થિતિએ ઉકાઈ ડેમમાં પાણીની આવક 65835 કયુસેક તથા જાવક 600 કયુસેક તેમજ ડેમની સપાટી 315.93 ફૂટ પહોંચી હતી. જ્યારે કાકરાપાર વિયર લેવલ 160.10 ફૂટ છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત