
ગાંધીનગર, 20 જુલાઈ : અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલા માર્ગ અકસ્માતને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ અતિ ગંભીર અને અતિ ત્વરિત કેસ તરીકે લઈ ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ અને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.

અમદાવાદ પોલીસ કમિશનરની સીધી દેખરેખમાં તપાસ સોંપાતા એક સપ્તાહમાં ચાર્જશીટ રજૂ કરીને, કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે અને ઓવરસ્પીડિંગ, રેશ ડ્રાઇવિંગ તથા સ્ટંટ કરનારા યુવાનો સામે કાયદા વધુ કડક અને વ્યાપક બનાવવામાં આવશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત