સુરત જિલ્લામાં હળવો વરસાદ : ઉકાઈ ડેમની સપાટી 318.15 ફૂટ

સ્થાનિક
Spread the love

સુરત,21 જુલાઈ : વરસાદી સિઝનની શરૂઆતથી સુરત શહેર-જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે આજે સુરત શહેરમાં જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા હતા. સવારે 6 થી સાંજના 6 વાગ્યા દરમિયાન સુરત જિલ્લામાં ઉમરપાડા તાલુકામાં 45 મિ.મી. તથા માંગરોળમાં 12 મિ.મી. વરસાદ વરસાદ વરસ્યો હતો. જ્યારે જિલ્લાના કામરેજમાં 8 મિ.મી. માંડવીમાં 5, અને મહુવામાં 1, સુરત શહેરમાં 5 મિ.મી. વરસાદ નોંધાયો હતો. જયારે ઓલપાડ, ચોર્યાસી, પલસાણા અને બારડોલી તાલુકાઓ કોરાકટ રહ્યા હતા.

આજ રોજ ઉકાઈ ડેમ 333 ફૂટની રૂલ લેવલ છે, ત્યારે સાંજે 6 વાગ્યાની સ્થિતિએ ઉકાઈ ડેમમાં પાણીની આવક 98501 કયુસેક તથા જાવક 600 કયુસેક તેમજ ડેમની સપાટી 318.15 ફૂટ પહોંચી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *