સુરત : શ્રી ઓસવાલ જૈન સાજનાન મહિલા સંગઠન દ્વારા ‘ પેરેન્ટીંગ ફોર પીસ નેશનલ કન્વેન્શન-23 ‘ યોજાશે

સ્થાનિક
Spread the love

સુરત, 21 જુલાઈ : શ્રી ઓસવાલ જૈન સાજનાન મહિલા સંગઠન દ્વારા .22 અને 23મી જુલાઈએ સવારે 9 વાગ્યે મહાવીર સંસ્કારધામ, જહાંગીરપુરા ખાતે ‘પેરેન્ટીંગ ફોર પીસ નેશનલ કન્વેન્શન-23’ યોજાશે. બાળઘડતર થકી વિશ્વશાંતિની દિશામાં પગલા અંતર્ગત આયોજિત બે દિવસીય આ કાર્યક્રમમાં ‘પેરેન્ટીંગ ફોર પીસ અભિયાન’ હેઠળ બાળકો પ્રેમ અને આનંદથી હર્યુ-ભર્યુ બાળપણ પામે તે માટે વાલીઓ-શહેરીજનોને જાગૃત્ત કરાશે. સંસ્થા દ્વારા માતાપિતા અને શિક્ષકોને કેળવવા માટેના પ્રયાસના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું આયોજકો તફથી જણાવાયું છે.કાર્યક્રમમાં માતાપિતા, શિક્ષકો તેમજ રસ ધરાવનાર નાગરિકોને ઉપસ્થિત રહી બાળઘડતરના નવતર અભિયાનમાં સામેલ થઇ શકે છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *