
સુરત, 23 જુલાઈ : વરસાદી સિઝનની શરૂઆતથી સુરત શહેર-જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે આજે સમગ્ર સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. સવારે 6 થી સાંજના 4 વાગ્યા દરમિયાન સુરત શહેરમાં 64 મિ.મી. તથા ઉમરપાડા 70 મિ.મી. વરસાદ વરસ્યો હતો. જ્યારે જિલ્લાના કામરેજમાં 25 મિ.મી. ચોર્યાીસીમાં 17, માંગરોળમાં 12, માંડવીમાં 7, બારડોલીમાં 2 મી.મી., માંડવીમાં 7, ઓલપાડમાં 10 મી. મી., પલસાણામાં 9 અને મહુવા તાલુકામાં 24 મી.મી. વરસાદ નોંધાયો હતો. બારડોલીના વાઘેચા ખાતે તાપી નદીમાં એક યુવાન ડૂબી ગયો હોવાનું જણાયું છે જેની લાશ મળી આવેલ નથી. શોધખોળની કાર્યવાહી ચાલુ હોવાનું જણાયું છે.

આજ રોજ ઉકાઈ ડેમનું રુલ લેવલ 333 ફૂટની છે, ત્યારે સાંજે 4 વાગ્યાની સ્થિતિએ ઉકાઈ ડેમમાં પાણીની આવક 2,03,473 કયુસેક તથા જાવક 600 કયુસેક તેમજ ડેમની સપાટી 321.04 ફૂટ પહોંચી હતી.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત