
સુરત, 23 જુલાઈ : નેશનલ સાયન્સ મુવમેન્ટ માટે પ્રવૃત્ત રાષ્ટ્રીય સંસ્થા વિજ્ઞાનભારતી,NCERT, તથા NCSM, ન્યુ દિલ્હી યોજીત ” ઇન્ડિયાજ લાર્જેસ્ટ સાયન્સ ટેલેન્ટ સર્ચ એક્ઝામ ” અંગે ગજેરા વિદ્યાભવન કતારગામ ખાતે સેમિનાર યોજાયો હતો. જેમાં VVM ગુજરાતના સ્ટેટ કોર્ડીનેટર પ્રિ. મનસુખ નારિયાએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યુંહતું. VVM માત્ર ધોરણ 6થી11 માટે જ છે.તેના અભ્યાસક્રમમાં પોતના જ ગણિત વિજ્ઞાનમાંથી 50 ટકા ઉપરાંત ભારતના વૈજ્ઞાનિકો અંગેનો અભ્યાસક્રમ હોય છે.

આ પરીક્ષાપ્રથમ સ્ટેપમાંઓનલાઈન અને રાજ્ય,રાષ્ટ્રકક્ષાએ સાયન્સ કેમ્પમાંયોજાયછે.રાષ્ટ્રકક્ષાએ વિજેતાઓને 25000 સુધી કેસ ઇનામ ટ્રોફી, 1 વર્ષ દર મહિને 2000 રૂપિયા ભાસ્કર સ્કોલરશીપ તેમજ ઇસરો જેવી સંસ્થામાં ત્રણ વિક સુધી ઇન્ટરશીપમાં વિનામૂલ્યેભાગ લેવાની તક મળેછે. આપ્રવૃત્તિનું ગુજરાત રાજ્યનું સૂકાન વિજ્ઞાનગુર્જરી સંસ્થા સંભાળે છે. વધુ માહિતી માટે જિલ્લા સંવાહક રંજના પટેલ 9825147734 અથવા રાજ્ય સંવાહક મનસુખ નારિયા 9426812273 નો સંપર્ક કરવો.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત