
સુરત, 28 જુલાઈ : સુરત શહેર-જિલ્લામાં છેલ્લા દિવસોમાં વરસાદની અનરાધાર હેલી વરસી રહી છે, ત્યારે જિલ્લામાં છેલ્લા 10 વર્ષમાં પડેલા કુલ સરેરાશ વરસાદની વિગતો જોઈએ તો, ઉમરપાડા તાલુકામાં 2403 મી.મી., ઓલપાડમાં 1122 મી.મી., કામરેજ તાલુકામાં 1414 મી.મી., ચોર્યાસી તાલુકામાં 1464 મી.મી., પલસાણા તાલુકામાં 1505, બારડોલીમાં 1440 મી.મી., મહુવામાં 1543 મી.મી., માંગરોળમાં 1824, માંડવીમાં 1324 મી.મી., સુરત સિટીમાં 1505મી.મી. સરેરાશ વરસાદ છેલ્લા 10 વર્ષ દરમિયાન નોંધાયો છે.

જ્યારે આજે તા.28 જુલાઈની સ્થિતિએ છેલ્લા 10 વર્ષમાં પડેલા વરસાદની સરેરાશ ટકાવારી જોઈએ તો, ઉમરપાડા તાલુકામાં 1135 મી.મી. સાથે 47 ટકા વરસાદ, ઓલપાડમાં 437 મી.મી.સાથે 39 ટકા, કામરેજમાં 817 મી.મી. સાથે 57.78 ટકા, ચોર્યાસી તાલુકામાં 807 મી.મી. સાથે 55 ટકા, પલસાણામાં 1256 મી.મી. સાથે 83.41 ટકા, બારડોલીમાં 1318 મી.મી. સાથે 91.49 ટકા, મહુવામાં 1355 મી.મી. સાથે 87.78 ટકા, માંગરોળમાં 553 મી.મી. સાથે 30.31 ટકા, માંડવીમાં 1023 મી.મી. સાથે 77.25 ટકા જયારે સુરત સિટીમાં 794 મી.મી. સાથે 52.74 ટકા વરસાદ નોંધાયો હોવાની વિગતો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત થઈ છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત