
સુરત, 6 ઓગસ્ટ : સાંસ્કૃતિક રક્ષા સમિતિ સંચાલિત શ્રી માધવ ગૌશાળા ખાતે આજ રોજ તા.06/08/2023 (રવિવાર)ના રોજ મહા-રકતદાન શિબિરનું, આયોજન રાખવામાં આવેલ. ઉધના વિસ્તારમાં આવેલ શ્રી માધવ ગૌશાળા માં આજે 600 થી વધુ, રક્તની યુનિટ એકત્રિત કરવામાં આવેલ. રક્તદાતઓનું તિલક કરી સ્વાગત કરી, તેઓના હસ્તે ગાયોને ઘાસ ખવડાવી, ગાયમાતાનું પૂંજન કરી રક્તદાતાઓએ રકતદાન કરેલ.

આ રકતદાન શિબિરમાં અનેકો યુવા સંગઠનો સાથે સામજિક – રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી માધવ ગૌશાળા કે જ્યાં બીમાર-દિવ્યાંગ અને નિરાધાર ગાયોની સેવા કરવામાં આવે છે, નંદી મહારાજનું જ્યાં સ્થાન છે ત્યાં, પવિત્ર અધિક માસમાં, ગાય માતાની સાક્ષીમાં અને પ્રભુના આશીર્વાદ સાથે, રકતદાતા થકી બીજી બે વ્યકિતના જીવ બચાવવાના પુણ્ય કાર્યમાં, 600 થી વધુ રક્તદાતાઓએ પુણ્યની પ્રાપ્તિ કરી હતી.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત