સુરત જિલ્લામાં 66 ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયોમાં 4465 બાળકો કરી રહ્યા છે અભ્યાસ

શિક્ષણ જગત
Spread the love

સુરત,08 ઓગસ્ટ : આદિવાસી બાંધવોના વિકાસ માટે રાજય સરકાર હરહંમેશ કટિબધ્ધ રહી છે. આદિજાતિ પ્રજામાં શિક્ષણનું પ્રમાણ વધે તથા બાળકોમાં નાનપણથી સારા સંસ્કારોનું સિંચન થાય તેવા આશયથી વિવિધ શૈક્ષણિક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. જેનાથકી આજે આદિજાતિના વિદ્યાર્થીઓ આજે વિદેશમાં જઈ ઉચ્ચ અભ્યાસ કરતા થયા છે. મદદનીશ કમિશનર આદિજાતિ વિકાસની કચેરી દ્વારા જિલ્લામાં આદિજાતિના બાળકો માટે સરકારી છાત્રાલયો, આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત છે. હાલ સુરત જિલ્લામાં 17 સરકારી છાત્રાલયોમાં 3310 છાત્રો રહેવાની તથા જમવાની સુવિધા મેળવી રહ્યા છે. વાંકલ ખાતે રૂા.1499 લાખના ખર્ચે સરકારી કુમાર છાત્રાલયના ભવનનું કાર્ય પ્રગતિ હેઠળ છે. આ ઉપરાંત ઉમરપાાડાના ચંદ્રાપાડા ખાતે રૂા.18.46 કરોડના ખર્ચે સરકારી કુમાર છાત્રાલય અને ગોપાલીયા ખાતે રૂા.18.46 કરોડના ખર્ચે કન્યા છાત્રાલયમાં રહેવા-જમવાની સુવિધા ઉપલબ્ધ છે.
સુરતના શહેરી વિસ્તારમાં 486 કન્યાઓ માટે રૂા.26.07કરોડ તથા પી.એમ.બોયઝ હોસ્ટેલ 330 કુમારો માટે રૂા.17.20 કરોડના છાત્રાલય તથા માંડવી ખાતે રૂા.14 કરોડના ખર્ચે સરકારી કન્યા છાત્રાલયના બાંધકામની વહીવટી મજુરી મળી ચુકી છે. મહુવામાં કોલેજ કક્ષાનાં વિદ્યાર્થીઓ માટે નવું સરકારી કુમાર છાત્રાલય મંજુર થયેલ છે જેનું બાંધકામ આદર્શ નિવાસી શાળા (કુમાર)-મહુવાનાં કેમ્પસમાં કરવામાં આવશે. રૂ.1532.26 લાખની વહીવટી મંજુરીવાળુ સદર બાંધકામ શરૂ છે. છાત્રાલયો નિર્માણ થવાથી આદિજાતિના કુમાર-કન્યાઓને રહેવા માટેની ઉત્તમ સુવિધા પ્રાપ્ત થશે.સુરત જિલ્લામાં 66 ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયો ચાલે છે જેમાં 4465 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જિલ્લામાં 66 આશ્રમ શાળાઓ/ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાઓ/ ઉચ્ચતર ઉ.બુનિયાદી આશ્રમ શાળાઓમાં 7815 બાળકો અભ્યાસ કરી રહ્યા છે.

આદિજાતિના બાળકો શૈક્ષણિક રીતે આગળ વધે તે માટે પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત ગયા વષે 23448 વિદ્યાર્થીઓને 57.35 કરોડની સહાય ચુકવવામાં આવી છે. જયારે પ્રિ-મેટ્રીક શિષ્યવૃત્તિ સહાય અંતર્ગત 98446 બાળકોને 10.65 કરોડની છાત્રવૃત્તિ ચુકવવામાં આવી છે. સુરતની આદર્શ નિવાસી શાળાના મકાનનું બાંધકામ બાબેન-બારડોલી ખાતે પૂર્ણ થયું છે. જેનું લોકાર્પણ 9મી ઓગસ્ટ 2023ના કરવામાં આવશે. શાળામાં ધો.11 અને 12ના વર્ગો પણ શરૂ કરવામાં આવશે. સુરત જીલ્લામાં મહુવા ખાતે પણ કન્યાઓ માટે આદર્શ નિવાસી શાળા મંજુર કરવામાં આવી છે. જે આદર્શ નિવાસી શાળા (કુમાર) મહુવાના મકાનમાં શરૂ કરવામાં આવી છે. જેનું બાંધકામ મહુવા ખાતે રૂ.3106.87 લાખનાં ખર્ચે કરવાની વહીવટી મંજુરી મળી છે. સુરત જિલ્લામાં કુમાર અને કન્યાઓ માટે (મિશ્ર) આદર્શ નિવાસી શાળા માંગરોલ અને જાંખલા ખાતે મંજુર થઈ છે. આદર્શ નિવાસી શાળા (મિશ્ર) માંગરોળનું બાંધકામ વાંકલ ખાતે કરવાનું આયોજન છે. જેના બાંધકામ માટે સરકાર દ્વારા રૂ.3872 લાખની વહીવટી મંજૂરી મળી ચુકી છે. જિલ્લામાં કુલ 8 આદર્શ નિવાસી શાળાઓમાં કુલ 880 કુમાર તથા 240 કન્યાઓ મળી કુલ 1120 વિદ્યાર્થીઓ / વિદ્યાર્થીનીઓ માટે શિક્ષણની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
સુરત ખાતે1 સમરસ કુમાર છાત્રાલય તથા 1 સમરસ કન્યા છાત્રાલય આવેલ છે. જેમાં 1000 કુમારો તથા 1000 કન્યાઓ રહીને અભ્યાસ કરે છે. જિલ્લામાં 66 ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયોમાં 4465 બાળકો રહીને અભ્યાસ કરી રહ્યા છે. સુરત જિલ્લામાં 66 આશ્રમ શાળાઓ / ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાઓ/ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમશાળાઓ આવેલ છે. જેમાં 7815 બાળકો અભ્યાસ કરે છે. ઉમરપાડા ખાતે કલ્ચરલ કમ કોમ્યુનીટી હોલના બાંધકામ માટે સરકાર તરફથી રૂ.263.10 લાખની વહીવટી મંજુરી મળેલ.સદર કામ પૂર્ણ થયેથી ટુંક સમયમાં તાલુકાના આદિજાતિના લોકોને આ સુવિધાનો લાભ મળશે.સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં અભ્યાસ માટે ફ્રી શીપ કાર્ડ યોજનાનો અમલ પણ થાય છે. ધોરણ-6થી ધોરણ-12ના વિધાર્થીઓ માટે ટેલેન્ટ પુલ યોજનાનો અમલ થાય છે. વિદ્યાસાધના યોજના અંતર્ગત વર્ષ 2022-23માં ધોરણ-9 ની કુલ 2885 કન્યાઓને સાયકલની સહાય તેમજ કોલેજ સંલગ્ન છાત્રાલયોમાં ફુડ બીલની યોજના અંતર્ગત વર્ષ 2022-23માં કુલ 4294 વિદ્યાર્થીઓને રૂ.531.07 લાખની સહાય ચુકવાઈ છે. ગણવેશ સહાય યોજના અંતર્ગત વર્ષ 2022-23માં ધોરણ-1 થી 8ના કુલ 86677 વિદ્યાર્થીઓને રૂ.800.99 લાખની સહાય ચૂકવાઈ છે.

પ્રાઇવેટ ટ્યુશન સહાય યોજના અંતર્ગત વર્ષ 2022-23માં કુલ 503 વિદ્યાર્થીઓને રૂ.75.45 લાખની સહાય ચૂકવવામાં આવી છે. શૈક્ષણિક સાધન સહાય યોજના અંતર્ગત વર્ષ 2022-23માં કુલ 661 વિદ્યાર્થીઓને રૂ.26.44 લાખની સહાય, આ ઉપરાંત આદિજાતિના વિકાસ માટે સરકાર દ્વારા અમલમાં મુકાયેલ કુંવરબાઈનું મામેરું,સાતફેરા સમુહલગ્ન યોજના અંતર્ગત લાભાર્થીને રૂ.12,000ની સહાય મુજબ વર્ષ 2022-23 માટે કુલ રૂ.104.88 લાખની સહાય તેમજ વ્યક્તિગત ધોરણે મકાન સહાય યોજના અંતર્ગત લાભાર્થીને રૂ.1,20,000/-ની સહાય લેખે કુલ રૂ.270.50 લાખની સહાય આપવામાં આવી છે. મફત તબીબી સહાય યોજના હેઠળ દર્દીઓને વર્ષ 2022-23માં રૂા.23.48 લાખની સહાય ચુકવવામાં આવી છે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *