
સુરત,08 ઓગસ્ટ : વિશ્વમાં વસતા આદિવાસી ભાઈ બહેનોના સન્માન માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુનો)એ તા.9મી ઓગસ્ટને ‘વિશ્વ આદિવાસી દિન’ ઘોષિત કર્યો છે, જેના ભાગરૂપે દેશભરમાં સમગ્ર સુરત જિલ્લામાં પણ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી ધૂમધામથી કરવામાં આવશે. સુરતના માંડવી,ઉમરપાડા અને મહુવા ખાતે 9મીએ સવારે 10 વાગ્યે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીની સાથોસાથ વિવિધ યોજનામાં લાભાર્થીઓને યોજનાકીય સહાય વિતરણ કરાશે.
સુરત જિલ્લામાં માંડવી રિવર ફ્રન્ટ ખાતે દંડક વિજય પટેલ, ઉમરપાડા ચાર રસ્તા ખાતે ધારાસભ્ય પુર્ણેશ મોદી અને મહુવા ભગવાનપુરા શોપિંગ સેન્ટર ખાતે ધારાસભ્ય ઇશ્વર પરમારના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે. માંગરોળના ધારાસભ્ય અને પુર્વ મંત્રી ગણપતસિંહ વસાવા, મહુવાના ધારાસભ્ય મોહનઢોડિયા, તાલુકા પંચાયતના પ્રમુખો , ઉપપ્રમુખો, તાલુકા પંચાયત સભ્યો વિવિધ સ્થળે ઉપસ્થિત રહેશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત