
સુરત,01 સપ્ટેમ્બર : સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તામંડળના નેજા હેઠળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સતામંડળના માર્ગદર્શન તેમજ સુરતના મુખ્ય જીલ્લા ન્યાયાધીશ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષની અધ્યક્ષતામાં આગામી 9 સપ્ટેમ્બરના રોજ ત્રીજી રાષ્ટ્રિય લોક અદાલત યોજાશે.
લોક અદાલતમાં ક્રિમીનલ કંમ્પાઉન્ડેબલ કેસો, નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટની કલમ 138 અન્વયેના કેસો, બેંકના નાણા વસુલાત, મોટર અકસ્માત, લેબર ડિસ્પ્યુટ, વોટર અને ઈલેક્ટ્રીસિટી બિલના કેસો(બિનસમાધાનપાત્ર સિવાયના) ક્રિમીનલ કંમ્પાઉન્ડેબલ, લગ્નવિષયક તકરાર, લેન્ડ એક્વિઝીશન એક્ટના કેસો, સર્વિસ મેટર(પગાર,ભથ્થા અને નિવૃતિ લાભો સબંધિત), રેવન્યુ કેસો અન્ય સિવિલ કેસો(રેન્ટ,ઈઝમેન્ટરી રાઈટસ, મનાઈ હુકમ દાવા, સ્પે.પર્ફોમન્સના દાવા) પ્રકારના કેસોનો નિકાલ કરવામાં આવશે. સાથે સીસીટીવી કંટ્રોલરૂમ, સુરત ઘ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરતા હોય તેવા વાહન ચાલકોને મોટર વ્હિકલ એકટ મુજબ આપવામાં આવતા ઈ-ચલણના નાણા ઓનલાઈન તથા ઓફલાઈન માધ્યમથી લોકઅદાલતમાં ભરી શકશે તેમજ સંભવ ઈનીએટીવ તથા જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ સાથે મળી રૂબરૂ તથા ટેલીફોનીક માઘ્યમથી ઈ–ચલણ ભરવા માટે લોકોને શિક્ષિત કરવામાં આવશે.આ લોક અદાલતનો લાભ લઈ બાકી ઈ–ચલણના નાણાની ચુકવણી કરી દેવાથી ભવિષ્યમાં તે અંગે કોઈ કાયદેસરની કાર્યવાહી થશે નહી તેનો લોકો લાભ લઈ શકશે. રાષ્ટ્રીય લોક અદાલતમાં કેસોનો નિકાલ થવાથી બંન્ને પક્ષકારોના હિતમાં કેસનો ફેસલો થશે જેથી કોઈ પક્ષકાર પોતાના કેસો લોક અદાલતમાં મુકવા માંગતા હોય તો તેઓ જે તે અદાલતમાં અથવા તો જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ, સુરત તથા જે તે તાલુકા કાનૂની સેવા સમિતીનો સંપર્ક કરી પોતાનો કેસો આગામી રાષ્ટ્રીય લોક અદાલતમાં મુકી શકશે.સુરત શહેર-જિલ્લાના વધુમાં વધુ નાગરિકો લોક અદાલતમાં પોતાના કેસો માટે લાભ લે અને તકરારનો અંત લાવે તેમ જિલ્લા કાનૂની સેવા સતામંડળ-સુરતની યાદીમાં જણાવાયું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત