સુરત, 1 સપ્ટેમ્બર(હિ. સ.) : જવાહરલાલ નહેરુ હોકી ટુર્નામેન્ટ-2023 અંતર્ગત સુરત ગ્રામ્ય માટે હોકી સ્પર્ધા યોજાશે. સ્પર્ધામાં ભાગ લેવા માટે શાળાઓએ આચાર્યના સહી-સિક્કા સાથે શાળાના એલિજીબીલિટી ફોર્મ સેંસેરીટી, હાઈસ્કુલ બારડોલી ખાતે તા.7-9-2023ના સવારે 7વાગે સ્પર્ધા સ્થળ પર જમા કરાવાના રહેશે.તા.7/9/2023ના રોજ તા.1/11/2008 સુધી 15 વર્ષ પૂર્ણ થયા હોય તેવા અંડર-15ના ભાઈઓ, તા.1/11/2006 પછી જન્મેલા હોય તેવા અંડર-17 બહેનો અને અંડર-17 ભાઈઓની સ્પર્ધા યોજાશે.
આ સ્પર્ધામાં ફક્ત શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ભાગ લઇ શકશે, જેમાં એક જ શાળાના વિદ્યાર્થીઓની ટીમનું પ્રવેશપત્ર મોકલવાનું રહેશે. વિજેતા થનાર ટીમને રાજ્યકક્ષાએ ભાગ લેવા મોકલાશે. શાળાના લેટરપેડ પર ભાગ લેનાર તમામ ખેલાડીઓના નામ, જન્મ તા. જી.આર.નં. આચાર્યના સહી સિક્કા સાથેની, યાદી રજૂ કરવી. ખેલાડીઓએ આધાર કાર્ડની નકલ અને સ્કુલ આઈ-કાર્ડ સાથે રાખવું. સ્પર્ધા માટે અભિમન્યુ પાટીલ મો.નં. 94288 64088નો સંપર્ક કરવા જિલ્લા રમત વિકાસ અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સુરતની યાદીમાં જણાવાયું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત