સુરત, 05 સપ્ટેમ્બર : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી, ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન તથા ચેમ્બર ઓફ કોમર્સ– સુરત ખાતે કાર્યરત એનઆરજી સેન્ટર– સુરતના સંયુકત ઉપક્રમે બુધવાર, 6 સપ્ટેમ્બર ના રોજ બપોરે 12 કલાકે વનિતા વિશ્રામ વુમન્સ યુનિવર્સિટી, સુરત ખાતે NRI મેરેજ અવેરનેસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે.
NRI મેરેજ અવેરનેસ સેમિનારમાં મુખ્ય વકતા તરીકે સુપ્રિમ કોર્ટના વકિલ પ્રિતિ જોશી વિદેશ પરણવાની ઇચ્છા ધરાવનાર યુવતિઓને, જે દેશમાં પરણવું હોય ત્યાંની ભાષા, ખોરાક, સંસ્કૃતિ, જીવનશૈલી અને ઘરના માહોલને ધ્યાનમાં રાખીને જ પરણવું જોઇએ તથા યુવાન વિષેની ચોકકસ માહિતી મેળવવી જોઇએ વિગેરે બાબતે માર્ગદર્શન આપશે. આ પ્રસંગે ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન, ગાંધીનગરના મામલતદાર રિદ્ધિ પરમાર ઉપસ્થિત રહેશે અને તેઓ પણ પ્રાસંગિક પ્રવચન કરશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત