સુરત, 5 સપ્ટેમ્બર : બારડોલી-મઢી વચ્ચેના રેલ્વે ક્રોસીંગ નં.25 રેલ્વે પોલ નં.27/15 થી 27/16 ખાતે રોડ ઓવરબ્રીજ બનાવવાની કામગીરી કરવામાં આવનાર છે. જેથી વાહન વ્યવહાર સરળતાથી ચાલે તેવા આશયથી સુરતના અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, વાય. બી. ઝાલા દ્વારા એક જાહેરનામા દ્વારા રેલ્વે ક્રોસીંગ નં.25ને 25 સપ્ટેમ્બર2024 સુધી બંઘ રાખવા હુકમ કર્યો છે.
આ સમય દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા તરીકે વાહન વ્યવહાર તથા લોકોની અવર-જવર માટે (1) અસ્તાન ગામ, ધામડોદ ગામ તથા કડોદ ગામ તરફથી બારડોલી નગરપાલીકા તથા બાબેન સુગર ફેક્ટરી તરફ જવા માટે ભારે તથા લાઈટ વાહનોની અવરજવર માટે અસ્તાન કેનાલ રોડ નો ઉપયોગ કરી શકાશે. (2) અસ્તાનગામ, ધામડોદગામ તથા કડોદગામ તરફથી બારડોલી નગરપાલિકા તરફ જવા માટે ભારે તથા લાઈટ વાહનોની અવરજવર માટે તરસાડા, કડોદ, બારડોલી સરભોણ નવસારી રોડ (એલ.સી.નં.26)ની ઉપયોગ કરી શકાશે. (3) બારડોલી નગરપાલિકા તથા બાબેન ગામથી અસ્તાનગામ, ધામડોદગામ તથા કડોદગામ તરફ જવા માટે ભારે તથા લાઈટ વાહનોની અવર જવર માટે અસ્તાન કેનાલ રોડ નો ઉપયોગ કરી શકાશે. હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત