સુરતમાં મહાત્મા ગાંધી- શાસ્ત્રી જયંતીના અવસરે જીલ્લા કક્ષાની વકૃત્વ સ્પર્ધાનું આયોજન

સ્થાનિક
Spread the love

સુરત,12 સપ્ટેમ્બર : ભારત સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના સંલગ્ન કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા તા.16મી સપ્ટેમ્બરના રોજ જિલ્લા કક્ષાની વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.2જી ઓક્ટોબરના રોજ ગાંધી-શાસ્ત્રી જયંતિના અવસરે રાષ્ટ્રીય કક્ષાનું વકૃત્વ સ્પર્ધાનું આયોજન ભારતના સંસદ ભવન દિલ્હી ખાતે કરવામાં આવશે.રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ માટે યુવાનોની પસંદગી જિલ્લા કક્ષાના વકૃત્વ કાર્યક્રમના માધ્યમથી કરવામાં આવશે. આ સ્પર્ધામાં 18થી 29વર્ષના સુરત જિલ્લાના યુવાનો ભાગ લઈ શકશે. જિલ્લા કક્ષાની સ્પર્ધા હિન્દી અથવા અંગ્રેજી ભાષામાં આયોજિત કરવામાં આવશે. આ પ્રતિયોગીતામાં રસ ધરાવતા યુવાનો તેમની અરજીઓ તા.15મી સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અથવા ઓફલાઈન કરી શકશે. જિલ્લા કક્ષાની સ્પર્ધાનો વિષય ”વર્તમાન કાળમાં ગાંધીજીના વિચારોની મહત્તા” છે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ તા.16 સપ્ટેમ્બર 2023ના રોજ ઓનલાઇન કરવામાં આવશે.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *