
સુરત, 14 સપ્ટેમ્બર : ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલય હેઠળ ચાલતા નહેરુ યુવા કેન્દ્ર સુરત દ્વારા મેરી માટી, મેરા દેશ ફેઝ-2.0 ના ભાગરૂપે તા.1 થી 30 સપ્ટેમ્બર સુધી વિવિધ પ્રવૃતિઓ યોજવામાં આવી રહી છે.

જે અંતર્ગત ચોર્યાસી તાલુકામાં ઘરે-ઘરેથી માટી એકત્રિત કરવામાં આવી હતી.આ પ્રવૃતિ નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો દ્વારા ચોર્યાસી તાલુકામાં સારોલી, સાબરગામ, દેવધ, મોહિની, કુંભારિયા, સાનિયા હેમાદ ગામોમાં કરવામાં આવી હતી.ગ્રામજનો શપથ લેવડાવી તેના વિશેની જાગૃત કર્યા હતા.આ સમગ્ર કાર્યક્રમો સુરત જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ ચોર્યાસી તાલુકા સ્વયંસેવકો નિખિલ ભુવા અને મેહુલ દોંગા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત