પીએમ મોદીના જન્મદિન નિમિતે ભાજપા દ્વારા 17મી સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડિયું મનાવવામાં આવશે : પાટીલ

રાજકીય
Spread the love

સુરત, 14 સપ્ટેમ્બર : ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે આગામી તા.17સપ્ટેમ્બર 2023થી 2 ઓક્ટોબર 2023 સુધી સેવાકીય પખવાડિયાનું આયોજન ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા અલગ-અલગ કાર્યક્રમો પ્રદેશ સ્તરે જીલ્લા/તાલુકા તેમજ મંડલ સ્તરે યોજાશે તે સંદર્ભે આજરોજ સુરત શહેર કાર્યાલય ખાતે માન.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ પ્રેસ વાર્તાને સંબોધન કર્યું.

સી.આર.પાટીલએ પ્રેસ વાર્તાને સંબોધન કરતાં જણાવ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી તરફથી તેમજ અલગ અલગ સંસ્થાઓ તેમજ NGO તરફથી કાર્યક્રમો યોજવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી પણ 17 સપ્ટેમ્બરના રોજ મોદી સાહેબને શુભેચ્છા પાઠવવા માટે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જન્મદિવસ નિમિત્તે સેવાકીય કાર્ય કરવાની પ્રણાલીકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં રહેલી છે. પાર્ટીનો દરેક કાર્યકર્તા પણ પોતાના જન્મદિવસ પણ સેવાકીય પ્રવૃતિઓ કરી ઉજવે છે. તેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી પખવાડિયા રૂપે કરવામાં આવશે જે 17 સપ્ટેમ્બર થી 02 ઓક્ટોબર સુધી સેવાકીય કાર્યક્રમો કરી ઉજવવામાં આવશે.


સી.આર.પાટીલએ સેવા પખવાડિયા અંતર્ગત કાર્યક્રમોની વિગત આપતા જણાવ્યુ કે, તા.18 સપ્ટેમ્બરના રોજ “રક્તદાન કેમ્પ” યુવા મોરચા દ્વારા દરેક જીલ્લા સ્તરે તેમજ મંડલ સ્તર સુધી કરવામાં આવશે. તા.19 થી 22 સપ્ટેમ્બર “આયુષ્યમાન ભવ” યોજનાથી દરેક લોકોને આયુષ્યમાન કાર્ડ સરળતાથી મળે તેનું આયોજન 5 દિવસ કરવામાં આવશે. તા.23/24 સપ્ટેમ્બર દરમ્યાન આયુષ્યમાન ભવ: બેનર અંતર્ગત મંડલ મથકો પર હેલ્થ કેમ્પ-આયુષ્યમાન ભવ: કાર્યક્રમનું આયોજન ડોક્ટર સેલના માધ્યમથી સમગ્ર ગુજરાતમાં કરવામાં આવશે. તા.25 સપ્ટેમ્બર “પંડિત દીનદયાળજીની જન્મજયંતિ” નિમિત્તે પણ અલગ અલગ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવશે. તા.26 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર “દલિત વસ્તી સંપર્ક કાર્યક્રમ” યોજાશે જેમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઘરે-ઘરે જઈ સંપર્ક કરી સ્થાનિક લોકોનો સંપર્ક કરશે તેમના પ્રશ્નો તાલુકા/જીલ્લા પંચાયતના સભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમજ ધારાસભ્યસુધી પહોંચાડશે તેમજ તેમની સમસ્યાઓના સમાધાન માટેના પ્રયત્નો કરશે.

સી.આર.પાટીલએ વધુમાં જણાવ્યુ કે, 2 ઓક્ટોબર “મહાત્મા ગાંધીની જન્મજયંતિ” નિમિત્તે અલગ અલગ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવશે. સુપોષણ અભિયાન અંતર્ગત તા.17 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર સુધી રાજયભરમાં સુપોષણની જરૂરિયાતમંદ બાળકોને સુપોષણની કીટ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવશે. અનેક જિલ્લાઓમાં 31 ડિસેમ્બર સુધીમાં કુપોષણ મુક્ત જીલ્લો બનાવવા માટે કેન્દ્ર સરકારની તેમજ રાજ્ય સરકારની યોજનાઓ અને ભારતીય જનતા પાર્ટી તરફથી આ કાર્યક્રમ કરવામાં આવનાર છે. 3 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર “મારી માટી, મારો દેશ” દરેક કાર્યક્રમ ગ્રામ્યસ્તરે, તાલુકા સ્તરે, પ્રદેશ સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે કરવામાં આવશે. ચંદ્રયાન-૩ની સફળતાપૂર્વક ઉતરાણ માટે દેશના વૈજ્ઞાનિકોને બિરદાવતો અભિનંદનનો ઠરાવ પસાર કરવામાં આવશે. આ ઠરાવ મહાનગરપાલિકા, જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખની વરણી વખતે પહેલી બેઠકમાં પસાર કરવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જીલ્લા/મહાનગરોની 10 વર્ષથી નાની સ્કૂલ જતી 30,000 દીકરીઓની પસંદગી કરવામાં આવી છે તેમને સુકન્યા સમૃદ્ધિ યોજનાનુ ખાતું ખોલાવી તેનો પ્રથમ રૂ.500 નો હપ્તો પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

સી.આર.પાટીલએ વધુમાં જણાવ્યુ કે, માન.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે વ્યક્તિગત કાર્યક્રમો તેમજ જીલ્લા/મંડલના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક કાર્યક્રમો દ્વારા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવશે. રક્તદાન કેમ્પના કાર્યક્રમ બાદ એક વર્ષ સુધી ગુજરાતમાં રક્ત ખૂટશે નહીં. ભારતીય જનતા પાર્ટીના અલગ મોરચાઓ તેમજ સેલ દ્વારા કાર્યક્રમો કરવામાં આવશે. આશ્રમોમાં જઈ, વૃદ્ધાશ્રમમાં જઈ તેમને એક ટાઈમનુ ભોજન મળી રહે તેની વ્યવસ્થા કરવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીપહેલેથી પોતાના જન્મદિવસને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડીને કામ કરતાં હોય છે. ભવ્યાતિભવ્ય કાર્યક્રમો કરી જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચાય તેવા પ્રયત્નો કરવાના છીએ. ટીબીના દર્દીઓને ટીબી મુક્ત કરવા માટે કીટનું વિતરણ કરવામાં આવશે.
આ પ્રેસ વાર્તામાં શહેર અધ્યક્ષ નિરંજન ઝાંઝમેરા, શહેર મહામંત્રીઓ મુકેશ દલાલ, કાળુ ભીમનાથ, કિશોર બિંદલ, મેયર દક્ષેશમાવાણી, ડેપ્યુટી મેયર ડૉ.નરેન્દ્ર પાટીલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ, શાસક પક્ષના નેતા શશિત્રિપાઠી, દંડક ધર્મેશ વાણીયાવાળા, દક્ષિણ ઝોન પ્રવકતા ડૉ.જગદીશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *