સુરત, 15 સપ્ટેમ્બર : દેશના વડાપ્રધાન નરેન્દ્રમોદીના 73માં જન્મ દિવસ નિમિત્તે 16 અને 17 સપ્ટેમ્બર 2023ના રોજ સમગ્ર ગુજરાતના 73 સ્થળો પર 73000યોગ સાધકો સાથે ૭.૩૦ લાખ સુર્ય નમસ્કાર કરશે. જે અંતર્ગત સુરત જિલ્લામાં તા.૧૬ અને તા.17મી સપ્ટેમ્બરના રોજ સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન SRPF પરેડ ગ્રાઉન્ડ, ગ્રુપ 11,વાવ ખાતે” બે દિવસીય યોગ શિબિર ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌ યોગ કોચ, યોગ ટ્રેનર, યોગ સાધકો, તમામ સસ્થાઓને પરિવાર સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં જોડાવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. આ શિબિરમાં પધારનાર સૌને રજીસ્ટ્રેશન માટેની લીંકઃ https://forms.gle/4epEMAB6Jd8knwdn9 રજીસ્ટ્રેશન ફોર્મ ભરી પોતાનું રજીસ્ટ્રેશન કરવા વિંનતી. રજીસ્ટ્રેશન ફોર્મ અંગ્રેજી કેપિટલમાં ભરવા વિંનતી. જેથી સૌ કોઈને કામરેજના વાવ ખાતે યોગના કાર્યક્રમમાં જોડાવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આમંત્રણ પાઠવાયું છે.
અટલ રાષ્ટ્ર ન્યુઝ // ભાવેશ ત્રિવેદી // સુરત