સુરત : સીજીએસટીના સુપ્રિટેન્ડન્ટ લાંચ લેતા એસીબીના છટકામાં આબાદ ઝડપાયા

સુરત, 29 માર્ચ : પોતાના ધંધાર્થે જી.એસ.ટી. રજીસ્ટ્રેશન નંબર મેળવવા માંગતા એક જાગૃત નાગરિક પાસેથી સી.જી.એસ.ટી. રેન્જ-૩ , ડિવિઝન-1, સેન્ટ્રલ જી.એસ.ટી અને સેન્ટ્રલ એક્સાઇઝ કમિશ્નરેટની કચેરી, બહુમાળી બિલ્ડીંગની સામે, નાનપુરા ખાતે ફરજ બજાવતા વર્ગ-2ના સુપ્રિટેન્ડેન્ટ રંજીત કુમાર S/o ક્રિષ્ના કુમાર સાહ 1500 રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ જતા કર્મચારી આલમમાં સન્નાટો છવાઈ ગયો છે.મળેલી […]

Continue Reading

વર્ષ 1997થી મહિલાઓનું, મહિલાઓ માટે, મહિલાઓ વડે સંચાલિત અને 24x7x365 કાર્યરત સુરત શહેરનું એકમાત્ર ઉમરા‘મહિલા પોલીસ સ્ટેશન’

સુરત, 7 માર્ચ : બાળકીના જન્મથી લઈ તેમના ભણતર અને લગ્ન, પ્રસુતિ, બાળકોના અભ્યાસ સુધીની વિવિધ યોજનાઓનો લાભ આમજનતાને મળી રહ્યો છે. ત્યારે સમાજમાં સ્ત્રીઓને સુરક્ષિત વાતાવરણ મળી રહે એ માટે સુરત પોલીસનો મહિલાલક્ષી અભિગમ એટલે સુરત શહેરનું એકમાત્ર ઉમરા ‘મહિલા પોલીસ સ્ટેશન’ વર્ષ 1997થી મહિલાઓનું, મહિલાઓ માટે અને મહિલાઓ વડે સંચાલિત અને 24x7x365 કાર્યરત […]

Continue Reading

સુરત : સરકારી અનાજના ગોડાઉનમાંથી કરોડો રૂપિયાનું અનાજ સગેવગે કરનાર મુખ્ય કાવતરાખોરની ધરપકડ કરતી શહેર ક્રાઇમબ્રાંચ

સુરત,4 માર્ચ : સુરત ખાતે સચીન વિસ્તારમાં આવેલા સરકારી અનાજના ગોડાઉનમાંથી 27મી ઓક્ટોબર-2022ના રોજ ઘઉંના 450 કટ્ટા તથા MDM ફોર્ટીફાઈડ ચોખાના 950 કટ્ટા સાથે ત્રણ ટ્રકો મળી કુલ રૂ.3,87,500/-ના મુદ્દામાલ પકડાયો હતો. જેમા સરકારી અનાજના ગોડાઉનમાંથી સરકારી અનાજનો જથ્થો કોઇપણ પરવાનો મેળવ્યા વિના અક્ષયપાત્ર ફાઉન્ડેશન મગોબ, સુરત ખાતે લઇ જવા અંગેનુ ખોટુ ડિલિવરી ચલણ બનાવી […]

Continue Reading

સુરત : નાયબ ખેતી નિયામકની ટીમ દ્વારા પાંડેસરા ખાતે રેડ પાડી સબસીડીયુકત નીમ કોટેડ યુરિયાની 54 નંગ બેગો સાથે મુદ્દામાલ ઝડપાયો

સુરત, 15 ફેબ્રુઆરી : સુરતની સંયુકત ખેતી નિયામક(વિ.)ને પાંડેસરા વિસ્તારની સોસાયટીના મકાન ખાતે એક ટ્રકમાંથી શંકાસ્પદ યુરિયાની થેલીઓ ખાલી થઈ રહી હોવાની બાતમી મળી હતી. જેથી નાયબ ખેતી નિયામક(વિસ્તરણ)ના સુરત સીટીના ખેતીવાડી અધિકારી વિશાલકુમાર કોરાટ તથા અન્ય ખેતીવાડી અધિકારીઓ સાથેની ટીમ દ્વારા 6 ફેબ્રુઆરીના રોજ પાંડેસરા પોલીસને સાથે રાખીને બમરોલી વિસ્તારની જય અંબે ગૃપ કો.હા.સર્વિસ […]

Continue Reading

તાપી જિલ્લામાં ‘જિલ્લા સરકારી વકીલ’ અને ‘મદદનીશ સરકારી વકીલની ભરતી કરાશે

તાપી,10 ફેબ્રુઆરી : તાપી જિલ્લામાં એક જિલ્લા સરકારી વકીલ(પબ્લિક પ્રોસિક્યુટર) તથા એક મદદનીશ સરકારી વકીલ ( આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર )ની યોજાનાર ભરતી અંતર્ગત નિયત લાયકાત ધરાવતા વકીલ ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામા આવી છે. જિલ્લા સરકારી વકીલની પેનલમાં સમાવિષ્ટ થવા માટે જિલ્લા કોર્ટમાં ઓછામાં ઓછા 10વર્ષથી સક્રિય હોય, 60 વર્ષથી વધુ ઉંમર ન હોય અને નિમણુંકના […]

Continue Reading

સુરત શહેરમાં ચાર કરતા વધારે વ્યકિતઓના ભેગા થવા ઉપર પ્રતિબંધ મુકાયો

સુરત,10 ફેબ્રુઆરી : હાલમાં કોરોના મહામારીના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા ગુજરાત પોલીસ અધિનિયમ અન્વયે તકેદારીના ભાગરૂપે શહેર પોલીસ કમિશનર અજય તોમરે એક જાહેરનામું પ્રસિદ્ધ કરી સુરત શહેરમાં યોજાતા ધાર્મિક તહેવારો તેમજ રેલીઓ/ધરણાઓના કાર્યક્રમોમાં કોઇ પણ પ્રકારની સુલેહ શાંતિનો ભંગ ન થાય, જાહેર સલામતિ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેર વિસ્તારમાં તા.23/02/2023 સુધી ચાર […]

Continue Reading

સુરત : કડોદરા ચાર રસ્તા ખાતેથી સબસિડીયુક્ત નીમ કોટેડ યુરિયા ભરેલી 250 થેલીઓ સાથે ટ્રક ડ્રાઈવરની ધરપકડ

સુરત, 6 ફેબ્રઆરી : રાજ્યના વેરા નિરીક્ષકો તથા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ) કચેરી હસ્તકના પલસાણા તાલુકાના ખેતી અધિકારી વિવેક રાજેશ મેતલિયાની ટીમ દ્વારા કડોદરા ચાર રસ્તા ખાતેથી સબસિડીયુક્ત નીમ કોટેડ યુરિયાની 50 કિલો વજનની કુલ 250 નંગની બેગો સાથેનો જથ્થો ઝડપાયો હતો. સાથે ટ્રક ડ્રાઈવર ગોવિંદ રામપ્રસાદ યાદવની અટક કરી અંદાજિત 74 હજારની સબસિડીયુકત યુરિયા […]

Continue Reading

સુરત શહેર પોલીસની અનોખી પહેલ : “વ્યાજખોરીના દુષણની નાબૂદી અમારો સંકલ્પ“

સુરત, 4 ફેબ્રુઆરી : સુરત શહેર પોલીસ દ્વારા વ્યાજખોરીના ખપ્પરમાં હોમાતા જરૂરિયાતમંદ નાગરિકો સરળતાથી લોનસહાય મળી રહે તે માટે અનોખી પહેલ કરવામાં આવી છે. વ્યાજખોરીના દૂષણને ડામવાના આ નવતર અભિગમના ભાગરૂપે શહેર પોલીસ દ્વારા જરૂરતમંદ નાગરિકો અને વિવિધ કો-ઓપ. ક્રેડિટ સોસાયટીઓ, સહકારી અને જાહેર બેંકો વચ્ચે સેતુરૂપ ભૂમિકા અદા કરી રૂ.10 હજારથી લઈ રૂ.3.50 લાખ […]

Continue Reading

સુરત જિલ્લા પોલીસ તમારા દ્વારે : પ્રજાલક્ષી અભિગમથી લોકોની રજૂઆતો-સમસ્યાઓનું નિરાકરણ કરશે

સુરત, 3 ફેબ્રુઆરી : જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સુરત જિલ્લાના નાગરિકો, અરજદારોની સુવિધા માટે અનોખી જનહિતલક્ષી પહેલ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગ્રામ્ય વિસ્તારોના અરજદારો જિલ્લા / ડિવીઝન મુખ્ય મથક સુધી વિભાગીય/ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ સરળતાથી રજૂઆત કરી શકે એ હેતુથી જિલ્લા પોલીસ અધિક્ષક હિતેષ જોયસરના માર્ગદર્શનમાં જિલ્લા પોલીસ દ્વારા તમામ તાલુકાઓમાં દરમહિને તબક્કાવાર કેમ્પ […]

Continue Reading

સુરતમાં 11મી ફેબ્રુઆરીએ લોકઅદાલત : શહેર-જિલ્લાના નગરિકોને મહતમ લાભ લેવા અનુરોધ

સુરત, 3 ફેબ્રુઆરી : રાષ્ટ્રીય કાનુની સેવા સતામંડળ, (નાલ્સા)ના નિર્દેશ મુજબ તથા ગુજરાત રાજ્ય કાનુની સેવા સતામંડળ, ગુજરાત હાઇકોર્ટના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનુની સેવા મંડળ દ્વારા 11 ફેબ્રુઆરી શનિવારના રોજ સુરત શહેરની તમામ કોર્ટમાં તથા તાલુકા મથકની તમામ કોર્ટમાં વિવિધ પ્રકારના કેસોનો સમાધાનથી તેમજ સ્પેશ્યલ મેજિસ્ટ્રેટ સિટિંગ દ્વારા નિકાલ કરવા રાષ્ટ્રી લોક અદાલત યોજવામાં આવશે.લોકઅદાલતમાં […]

Continue Reading