સુરત : કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી જરદોશ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રજૂ કર્યા કેન્દ્રીય બજેટના લેખાજોખા

સુરત, 19 ફેબ્રુઆરી : સુરત શહેરના મેરિડીયન હોટેલ ખાતે રવિવારે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તથા કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી દર્શના જરદોષ દ્વારા પત્રકાર પરિષદને સંબોધિત કરવામાં આવી હતી.જેમાં તેઓએ કેન્દ્રીય બજેટના લેખાજોખા રજૂ કર્યા હતા. કેન્દ્રીય રેલવે અને ટેક્ષટાઈલ રાજ્ય મંત્રી જરદોશ દ્વારા આવનારા દિવસોમાં રેલવેમાં થનારા આધુનિકરણ વિશે વાત […]

Continue Reading

સુરત : એલઆઈસીના ધારકોની તરફેણમાં અને અદાણીના વિરોધમાં શહેર કોંગ્રેસે કર્યું વિરોધ પ્રદર્શન

સુરત, 6 ફેબ્રુઆરી : સુરત શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા એલઆઈસીના ધારકોની તરફેણમાં અને સરકારના માનીતા ઉદ્યોગપતિ અદાણીના આક્ષેપ સાથે સોમવારે મુગલીસરા સ્થિત એલઆઈસી ઓફિસ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.કોંગ્રેસના અગ્રણીઓએ વિરોધ પ્રદર્શન કરતા સમયે જણાવ્યું હતું કે હાલમાં આખો દેશ ખાસ કરીને મધ્યમ વર્ગ મોદી સરકારની રીતિ અને નીતિઓથી ચિંતિત છે. સામાન્ય માણસની મહેનતની બચતના […]

Continue Reading

સુરત : મનપાના ડ્રાફ્ટ બજેટમાં કરાયેલા વેરા વધારાના વિરોધમાં કોંગ્રેસે આપ્યું આવેદન

સુરત, 6 ફેબ્રુઆરી : સુરત મહાનગરપાલિકાનાં બજેટમાં પ્રજા પર 307 કરોડના વેરા વધારાનો વિરોધ કરી સુરત શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ ,સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ ને રૂબરૂ મળી સોમવારે આવેદન પત્ર આપ્યું હતું. આ વેરો વધારો પરત ખેંચવા કોંગ્રેસ પક્ષના આગેવાનોએ સુરત શહેર કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ ભુપેન્દ્ર સોલંકી અને અશોક […]

Continue Reading

સુરત : ભારતીય જનતા પાર્ટીની શહેર કારોબારી મળી, સંગઠનને વધુ મજબૂત કરવાનો નીર્ધાર

સુરત, 4 ફેબ્રુઆરી : ભાજપાની રાષ્ટ્રીય કારોબારી બાદ પ્રદેશ કારોબારી થતી હોય છે ત્યારબાદ જિલ્લા તથા મહાનગરોની કારોબારી બેઠક યોજવામાં આવે છે તે ઉપક્રમમાં શનિવારે સુરત શહેરના ઉધના સ્થિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય ભવન ભાજપ કાર્યાલય પર પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી તથા પ્રદેશ મહામંત્રી તથા સુરત મહાનગરના સંગઠન પ્રભારી પ્રદિપસિંહજી વાઘેલાની અધ્યક્ષતામાં શહેર કારોબારી બેઠક મળી […]

Continue Reading

સુરત : આવતીકાલે શહેર ભાજપાની કારોબારી મળશે, પ્રદેશના આગ્રણીઓ આપશે માર્ગદર્શન

સુરત, 3 ફેબ્રુઆરી : વિધાનસભાની ચૂંટણીઓમાં ઐતિહાસિક વિજય મેળવ્યા બાદ પણ ભાજપા દ્વારા સંગઠનને મજબૂતી આપવા વિવિધ કાર્યક્રમો તથા સંગઠનના નિર્માણનું કાર્ય સતત ચાલુ રહે છે ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ ભાજપાનીરાષ્ટ્રીય કારોબારી મળ્યા બાદ પ્રદેશ ભાજપાની કારોબારીનું આયોજન થતું હોય છે અને ત્યારબાદ જિલ્લા તથા મહાનગરોની કારોબારી બેઠક યોજવામાં આવે છે.આ ઉપક્રમમાં આવતીકાલે 4 […]

Continue Reading

ખેડા જિલ્લાની મહિલા બની પોતાના ગામ જેસાપુરાનું ગૌરવ, નિલમબેન બન્યા જેસાપુરાના પ્રેરણાસ્ત્રોત

ખેડા, 29 ડિસેમ્બર : નિલમબેન ચાવડા દ્વારા સંચાલિત જેસાપુરા ગામનું ‘બીસી પોઈન્ટ’ બન્યું ખેડા જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારની ખાસ ઉપસ્થિતિમાં આ બીસી પોઈન્ટ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.તાલુકા લાઇવલીહૂડ મેનેજર દિલીપ શ્રીમાળી, TDO અને DLM સહીત અન્ય ઘણા મહાનુભાવો રહ્યા સૅમિનાર માં હાજર રહ્યા હતા.જેસાપુરા ગામમાં શરુ કરાયેલું આ બીસી પોઈન્ટ હવે […]

Continue Reading

ગુજરાતમાં મળેલી ઐતિહાસિક જીત માટે ભાજપા સુરત મહાનગર દ્વારા અભિવાદન સહ ઋણસ્વીકાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું

સુરત, 25 ડિસેમ્બર : તારીખ 25મી ડિસેમ્બર રવિવારના રોજ ભારત દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના ભીષ્મપિતામહ એવા પરમ આદરણીય અટલ બિહારી બાજપાઈનો જન્મદિવસ કે જેને ભારતીય જનતા પાર્ટી સુશાસન દિવસ તરીકે ઉજવે છે તે દિવસે બાજપેયીજીને પુષ્પાર્પણ કરી સુરતમાં ભાજપા દ્વારા અભિવાદન સહ ઋણસ્વીકાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.શહેરના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે […]

Continue Reading

સુરત મહાનગર ભાજપા દ્વારા રવિવારે ” અભિવાદન સહ ઋણ સ્વીકાર સમારોહ ” : તડામાર તૈયારી

સુરત, 23 ડિસેમ્બર : ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભાજપાના શીર્ષસ્થ અગ્રણીઓ નરેન્દ્રભાઈ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જે.પી. નડડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ગુજરાત પ્રદેશના આદરણીય અધ્યક્ષ સી.આર. પાટીલના નેતૃત્વ અને કાર્યકર્તાઓના અથાક પરિશ્રમ થકી રાજ્યની 182 માંથી 156 બેઠકો તથા સુરત મહાનગરની તમામ 12 માંથી 12બેઠકો પર ભાજપાએ ભવ્ય […]

Continue Reading

સુરત : રાજ્યમાં લીડની દ્રષ્ટિએ દ્વિતીય ક્રમ સાથે સંદીપભાઈ દેસાઈનો ચોર્યાસી વિધાનસભા બેઠક પર વિક્રમજનક વિજય

સુરત, 8 ડિસેમ્બર : સમગ્ર દેશ અને દુનિયાની જે પરિણામો પર નજર હતી તે ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામો ગુરુવારે આવી ગયા છે. રાજ્યની 182 વિધાનસભા બેઠકો પૈકી 156 બેઠકો પર ભવ્યાતિભવ્ય બેઠકો પર વિજય મેળવીને ભાજપાએ ઇતિહાસ રચી દીધો છે.રાજ્યમાં 156 બેઠક પર ભગવો લહેરાયો છે અને ગુજરાતમાં એક નવો જ ઇતિહાસ રચાયો છે. […]

Continue Reading

સુરત શહેર-જિલ્લાની તમામ 16 બેઠકો પર ભગવો લહેરાયો, આપ-કોંગ્રેસ થયા ધરાશાયી : ભાજપાને પ્રચંડ જનસમર્થન

સુરત,8 ડિસેમ્બર : સમગ્ર દેશ અને દુનિયાની જે પરિણામો પર નજર હતી તે ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામો ગુરુવારે આવી ગયા છે. રાજ્યની 182 વિધાનસભા બેઠકો પૈકી 156 બેઠકો પર ભવ્યાતિભવ્ય બેઠકો પર વિજય મેળવીને ભાજપાએ ઇતિહાસ રચી દીધો છે.રાજ્યમાં 156 બેઠક પર ભગવો લહેરાયો છે અને ગુજરાતમાં એક નવો જ ઇતિહાસ રચાયો છે.રાજ્યની વિવિધ […]

Continue Reading