સુરતમાં આયોજિત સરસ મેળામાં આવેલા ગોમતીબેન આહિરની કચ્છી એમ્બ્રોઈડરી કલાના વિદેશમાં ચાહકો

સુરત, 10 માર્ચ : કચ્છી ભરતકામે દેશવિદેશમાં આગવી ઓળખ મેળવી છે. કચ્છની હસ્તકલા, ભરતકામથી હજારો મહિલાઓને પગભર બની છે, ત્યારે વાત કરવી છે એવી એક ખમીરવંત અને આત્મનિર્ભર કચ્છી નારીની કે જેમણે કચ્છી એમ્બ્રોઈડરીની વિવિધ વસ્તુની બનાવટનો બિઝનેસ શરૂ કરી 400 મહિલાને રોજગારી આપી પગભર બનાવી છે. બે ધોરણ સુધી ભણેલા ગોમતીબેને કોઠાસૂઝથી સ્વરોજગાર શરૂ […]

Continue Reading

હરિપુરાથી બારડોલી સ્વરાજ આશ્રમ સુધીની 17 કિ.મી.ની સાયકલ રેલીમાં બારડોલીનો 11 વર્ષીય હેત ગજ્જર જોડાયો

સુરત, 19 જાન્યુઆરી : બારડોલીના ઐતિહાસિક ઓળખ ધરાવતા હરિપુરા ગામેથી સુભાષબાબુની ૧૨૬મી જન્મજયંતીની ઉજવણી પ્રસંગે હરિપુરાથી બારડોલી સ્વરાજ આશ્રમ સુધી 17 કિ.મી.ની સાયકલરેલી યોજાઈ હતી. જેમાં પોલીસ જવાનો, યુવાનો સૌ કોઈએ ભાગ લીધો હતો. જેમાં નવાઈની વાત એ હતી કે, વહેલી સવારે 7 વાગે આયોજિત સાયકલ રેલીમાં 11 વર્ષિય હેત અમિતકુમાર ગજ્જરે શિયાળાની કડકડતી ઠંડીમાં […]

Continue Reading

નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિએ સુરત જિલ્લાના હરિપુરા ગામમાં આનંદ ઉત્સાહનો માહોલ

સુરત, 9 જાન્યુઆરી : આઝાદીના 75 વર્ષ-અમૃત મહોત્સવ અને નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જન્મજયંતિની ઉજવણીને યાદગાર બનાવવા માટે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના હરીપુરા ગામે 19 જાન્યુઆરીએ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે આઇકોનીક ઇવેન્ટ યોજાનાર છે.ત્યારે હરીપુરા ગ્રામજનો માટે આનંદ અને ખુશીનો માહોલ છે. હરિપુરા ગામના એક મકાનમાં સુભાષચંદ્ર બોઝ એક સપ્તાહ સુધી રહ્યા હતા. આ […]

Continue Reading

સુરત : ગ્રીનમેન વિરલ દેસાઈને રાષ્ટ્રપતિના હાથે નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત થયો

સુરત, 19 ડિસેમ્બર : ગ્રીનમેન તરીકે જાણીતા ઉદ્યોગપતિ વિરલ દેસાઈને દેશમાં ઊર્જા સંરક્ષણના ક્ષેત્રમાં સર્વોચ્ચ ગણાતો નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ એનાયત થયો છે. ઊર્જા મંત્રાલય દ્વારા એનાયત થતો આ પ્રતિષ્ઠિત એવોર્ડ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે તેમને દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે એનાયત કરવામાં આવ્યો હતો.આ રાષ્ટ્રીય સન્માન દેશના વિવિધ ક્ષેત્રોમાં ઊર્જા સંરક્ષણ માટે કાર્યરત લોકો અને […]

Continue Reading

ઓલપાડ : 9 પ્રકારના વિદેશી પ્રિમીયમ વેરાયટીના કમલમનો અછારણ ગામના પ્રગતિશીલ ખેડૂતનો સફળ કૃષિ પ્રયોગ

સુરત, 18 ઓકટોબર : દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ સમયની સાથે કદમતાલ મિલાવીને ખેતીમાં અવનવા પ્રયોગો કરી આર્થિક સમૃદ્ધિ તરફ ડગ માંડ્યા છે. સુરત જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોએ હવે વિદેશી કમલમ (ડ્રેગન ફ્રુટ)ની સફળ ખેતી અપનાવી છે. રાજ્ય સરકારે પણ કમલમના વાવેતરને પ્રોત્સાહન આપતી યોજના અમલી બનાવી આ ખેતીને વેગ આપ્યો છે, ત્યારે ઓલપાડ તાલુકાના અછારણ ગામના ખેડૂત […]

Continue Reading

પ્રેક્ષક નહીં પણ ખેલાડી બની સક્રિય રાજનીતિ થકી દેશસેવા કરવાની પ્રેરણા મને મોદીએ આપી : ડો. એસ.જયશંકર

સુરત, 17 ઓક્ટોબર : કેન્દ્રીય વિદેશમંત્રી ડો.એસ. જયશંકરે સુરત ખાતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં આયોજિત મોદી@20’ પુસ્તક અને ‘ગ્રોઈંગ ઈન્ડિયા, ગ્લોરીફાયિંગ વર્લ્ડ: મોદી યુગમાં વિદેશ નીતિ’ વિષય પર પ્રેરક વિચારો રજૂ કરતા જણાવ્યું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રૂપમાં દેશને વિરાટ વ્યક્તિત્વ મળ્યું છે. વિશ્વના માનસપટલમાં ભારત તરફ જોવાની નજર મોદીજીના પ્રયાસોથી ધરમૂળથી […]

Continue Reading

સુરત : ‘ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા’તથા પદ્મશ્રીથી સન્માનિત ડો. જાદવ પાયેન્ગ (મોલાઇ)નું ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઇન્ટરેકટીવ સેશન યોજાશે

સુરત, 11 સપ્ટેમ્બર : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા આસામના ડો. જાદવ પાયેન્ગ (મોલાઇ) ‘ફોરેસ્ટ મેન ઓફ ઇન્ડિયા’સાથે સોમવાર, તા. 12 સપ્ટેમ્બર, 2022ના રોજ સાંજે 5 કલાકે પ્લેટીનમ હોલ, સરસાણા, સુરત ખાતે ઇન્ટરેકટીવ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય અતિથિ તરીકે Aether Industries Ltd. ના મેનેજીંગ ડિરેક્ટર અને ફાઉન્ડીંગ પ્રમોટર […]

Continue Reading

સુરત : અમૃતકાલના પ્રકલ્પ સાથે ગ્રીનમેન વિરલ દેસાઈ ઉજવી રહ્યા છે ‘ટ્રી ગણેશા’

સુરત, 7 સપ્ટેમ્બર : જાણીતા પર્યાવરણવાદી અને ઉદ્યોગપતિ વિરલ દેસાઈ પાછલા અનેક વર્ષોથી ‘ટ્રી ગણેશા’ નામે ગણેશ મહોત્સવ ઉજવી રહ્યા છે, જે મહોત્સવના કેન્દ્રમાં ગણેશજીની ભક્તિની સાથે પર્યાવરણ સંરક્ષણની ભાવના પણ મુખ્યત્વે હોય છે. એ અંતર્ગત આ વર્ષે વિરલ દેસાઈએ ‘અમૃતકાલ’ના પ્રકલ્પ સાથે ‘સત્યાગ્રહ અગેઈન્સ્ટ પૉલ્યુશન એન્ડ ક્લાઈમેટ ચેન્જ’ની થીમ પર ‘ટ્રી ગણેશા’નું આયોજન કર્યું […]

Continue Reading

સુરત : ગ્રીનમેન વિરલ દેસાઈએ સેવ સોઈલ મુવમેન્ટ અંતર્ગત બાઈલ રેલીનું આયોજન કર્યું

સુરત, 2 જૂન : ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈએ ઈશા ફાઉન્ડેશનની સેવ સોઈલ ચળવળને સમર્થન આપીને એક બાઈક રેલીનું આયોજન કર્યું હતું. આ બાઈક રેલી કતારગામ ખાતે આવેલ ઝેનિટેક્સ મિલથી નીકળી ગ્રીન ઉધના રેલવે સ્ટેશન પહોંચી હતી. આ રેલીને એલ એન્ડ ટી કંપનીના વાઈસ પ્રેસિડન્ટ અતિક દેસાઈ તેમજ ગુજરાત સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના […]

Continue Reading

વિશ્વની સૌથી મોટી સંસ્થા”અમેરિકન હોટલ ઓનર્સ એસોશીએશનના “ ચેરમેન પદે સૌ પ્રથમવાર સુરતના વતની નિશાંત પટેલની ભવ્ય જીત

સુરત, 23 એપ્રિલ : હોટલ ઓનર્સની સંસ્થામાં વિશ્વની સૌથી મોટી સંસ્થા” અમેરિકન હોટલ ઓનર્સ એસોશીએશનના “ ચેરમેન” પદે ઈતિહાસમાં સૌ પ્રથમવાર યુવા ચેરમેન તરીકે સુરત જીલ્લાના કામરેજ તાલુકાના શામપુરા ગામના વતની અને હાલમાં યુ.એસ.એ ના ટેકસાસ સ્ટેટના ઓસ્ટીન શહેરમાં વસતા નિશાંત પટેલની ભવ્ય જીત થઈ છે.જેને અમેરિકાના કોંગ્રસમેન, મેયર સહિત અનેક મહાનુભાવો, દેશ-વિદેશના સૌ શુભેચ્છકો, […]

Continue Reading