સુરત : વિશ્વ મહિલા દિવસના ઉપક્રમે ડોનેટ લાઈફ દ્વારા લોકોને નવજીવન આપનાર 21 મહિલાઓનું સન્માન કરાયું

સુરત, 7 માર્ચ : ડોનેટ લાઈફ એ એક સ્વાસ્થ્ય સહાયક સંસ્થા છે. જેનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં દાન અંગે જાગૃતિ ફેલાવી અને બ્રેઇન ડેડ વ્યક્તિના પરિવારજનોને અંગદાન માટે સમજાવી તેમના અંગોનું દાન કરાવીને, જેમના ઓર્ગન ફેલ થયા છે તેવા દર્દીઓના જીવનમાં નવી આશા આપવાનો છે. વિશ્વ મહિલા દિવસના ઉપક્રમે પોતાના પતિ અથવા બાળકોના અંગદાન માટે સહમતિ […]

Continue Reading

સુરત : વન સ્ટેપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ

સુરત, 5 માર્ચ : વન સ્ટેપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી “એક તીર દો નિશાન” કહેવતનાં ને પુરવાર કરતા અનોખા અંદાજમાં કરવામાં આવી હતી.મહિલાઓ સ્વરોજગાર મેળવી સ્વમાનભેર સમાજની વચ્ચે ઉભી રહે એ વિચારોની સાથે સદન વસ્તીનાં બાળકોને બગીચામાં લઈ જઈ આનંદ પ્રમોદની રમતો રમાડી નાસ્તો કરાવવામાં આવ્યો હતો આ બાળકોને બગીચામાં લઈ જવા […]

Continue Reading

સુરતમાં અંગદાન માટે સમાજમાં જાગૃતતા ફેલાવનાર સંવેદનશીલ 21 મહિલાઓનું ડોનેટ લાઇફ સંસ્થા દ્વારા કરાશે સન્માન

સુરત, 4 માર્ચ : ડોનેટ લાઈફ એક સ્વાસ્થ્ય સહાયક સંસ્થા છે. જેનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં અંગદાન અંગે જનજાગૃતિ ફેલાવવી અને બ્રેઈનડેડ વ્યક્તિના પરિવારજનોને અંગદાન માટે સમજાવી તેઓના અંગોનું દાન કરાવી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટેનો છે.ડોનેટ લાઈફ અંગદાનની જનજાગૃતિ માટે અઢાર વર્ષથી 24*7=365 દિવસ સેમીનાર, વર્કશોપ, વોકાથોન, એક્ઝિબિશન, પતંગોત્સવ તેમજ ડીજીટલ માધ્યમનો ઉપયોગ કરીને […]

Continue Reading

ભરૂચ જિલ્લાના ઉચેડીયા ગામે વિશ્વના પહેલા દિવ્યાંગ વૃદ્ધાશ્રમના નિર્માણ કાર્યનો શુભારંભ

સુરત, 4 માર્ચ : ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉચેડીયા ગામના વિખ્યાત હનુમાનજી મંદિર સામે વિશ્વના સૌપ્રથમ દિવ્યાંગ વૃદ્ધજનો માટે વૃદ્ધાશ્રમનું નિર્માણ થઈ રહ્યું છે. જેનું ખાતમુહર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું. આ દિવ્યાંગ વૃદ્ધાશ્રમમાં અતિ દયનીય હાલતમાં અને જાહેર સ્થળોએ પડી રહીને દુ:ખી થતા દિવ્યાંગ વૃદ્ધોને રાખીને તેમને શ્રેષ્ઠ સારવાર અને સુશ્રુષા તેમજ રહેણાંક અને […]

Continue Reading

સુરત : ‘સખી વન સ્ટોપ સેન્ટર’ દ્વારા પીપલોદની સી.કે.પીઠાવાલા કોલેજ ખાતે ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ઉજવણી

સુરત, 2 માર્ચ : રાજ્યના મહિલા આને બાળ વિકાસ વિભાગ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર-સુરત સંચાલિત સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પીપલોદ સ્થિત સી.કે.પીઠાવાલા ખાતે “બેટી બચાઓ,બેટી પઢાઓ”ની થીમ પર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ તજજ્ઞો દ્વારા જાતિગત હિંસા, મહિલાલક્ષી યોજનાઓ, ડિજિટલ સેફટી જેવા વિષયો પર મહિલાઓને માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમમાં સખી […]

Continue Reading

સુરતના અઠવા પાર્ટી પ્લોટમાં ધોડિયા સમાજનો 25મો ભવ્ય સમૂહલગ્ન સમારોહ યોજાયો

સુરત, 26 ફેબ્રુઆરી : સુરતના ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં, અઠવા પાર્ટી પ્લોટ ખાતે ધોડિયા સમાજનો 25મો ભવ્ય સમૂહલગ્ન સમારોહ યોજાયો હતો. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલા પાડી રહેલા 26 નવદંપતિઓને આશીર્વચન પાઠવ્યા હતા અને સમાજલક્ષી પ્રગતિશીલ કામગીરીને બિરદાવી રૂ.1 લાખનું દાન આપવાની જાહેરાત કરી હતી. સાથોસાથ વિશેષ ઉપસ્થિત રહેલા ધારાસભ્ય મોહન […]

Continue Reading

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે અંગદાતા પરિવારોનો સન્માન સમારોહ યોજાયો

સુરત, 26 ફેબ્રુઆરી : ગૃહ, રમતગમત રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરીયમ ખાતે સિવિલ હોસ્પિટલ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંગદાન પ્રશંસા સહ અંગદાતા પરિવારોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ગૃહરાજ્યમંત્રી અને ધારાસભ્ય સંગીતા પાટીલના હસ્તે અંગદાન કરનાર 16 પરિવાર તથા અંગદાન સમયે ફરજ બજાવતા 47 કર્મીઓનું સન્માન કરાયું કરાયું હતું. […]

Continue Reading

ભાવનગર : ગુજરાતમાં સૌપ્રથમ એક બ્રાહ્મણની દીકરીએ સમસ્ત બ્રહ્મ સમાજના દર્દીઓ માટે ” બ્રહ્મક્રાંતિ સંઘ “ને એમ્બ્યુલન્સ અર્પણ કરી

ભાવનગર, 21 ફેબ્રુઆરી : ભાવનગરના સેવાભાવી સન્નારી તથા હર હંમેશ બહેનો વડીલો તથા નિરાધારોના કોઈ પણ સેવા કાર્ય માટે તત્પર એવા ભાવનગરના દીકરી ડોક્ટર પ્રતીક્ષા ત્રિવેદીએ તેમના સ્વૅગસ્થ પરમ પૂજ્ય માતા અને પિતાના સ્મરણાર્થે, એક સંપૂર્ણ સગવડતા સાથેની મોટી એમ્બ્યુલન્સ શિવરાત્રી મહાપર્વની સાંજે ભરતનગર શિવ મંદિરમાં, ભાગવત આચાર્ય સંત અપ્પુ બાપુ,બહુચર ધામના સંત ભગવાનદાસ બાપુ […]

Continue Reading

સોમવારે બારડોલીની ઉકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે ‘ એનઆરઆઇ મેરેજ અવેરનેસ સેમિનાર ’ યોજાશે

સુરત, 19 ફેબ્રુઆરી : ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી તથા ગુજરાત સ્ટેટ નોન–રેસિડેન્ટ ગુજરાતીઝ ફાઉન્ડેશન અને એનઆરજી સેન્ટર સુરતના સંયુકત ઉપક્રમે તેમજ ઉકા તરસાડીયા યુનિવર્સિટીના સહયોગથી સોમવાર, તા.20 ફેબ્રુઆરી 2023ના રોજ બપોરે 1 કલાકે બારડોલી સ્થિત ઉકા તરસાડીયા યુનિવર્સિટી ખાતે ‘ એનઆરઆઇ મેરેજ અવેરનેસ સેમિનાર ’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગર […]

Continue Reading

સુરત : સેવાભાવી વ્યવસાયીએ નવી સિવિલ ખાતે 200 હાઈજેનિક કીટ્સ અર્પણ કરી જન્મદિનની અનોખી ઉજવણી કરી

સુરત, 14 ફેબ્રઆરી : સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિનની ઉજવણી કેક કાપી, પરિવાર અને મિત્રવર્તુળ સાથે હોટેલમાં પાર્ટી કરીને કરતાં હોય છે, પરંતુ સુરતના જમીનદલાલીના વ્યવસાય સાથે સંકળાયેલા કલ્પેશ મહેતાએ નવી સિવિલના હિમોફિલિયા વિભાગ અને અન્ય વોર્ડમાં દાખલ દર્દીઓને 200 હાઈજેનિક કીટ્સ અર્પણ કરી તેમના 50મા જન્મદિનની સેવાસભર અને પ્રેરક ઉજવણી કરી હતી. આજે 14 […]

Continue Reading