સુરત : મોર ગામે 35 આવાસોનું લોકાર્પણ કરતાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ

સુરત, 13 માર્ચ : વન અને પર્યાવરણ, જળસંપતિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ઓલપાડના મોરગામ ખાતે હળપતિ સમાજ માટે નિર્મિત થયેલા 35 આવાસોનું લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિને એવી ઇચ્છા હોય છે કે, એને પોતાનું ઘરનું ઘર હોય અને આજે દરેકનું આ સ્વપ્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને […]

Continue Reading

સુરત : ‘સરસ મેળા’માં ભાગ લઈ રહેલા ત્રિપુરાના કારીગરોને મળ્યો સુંદર પ્રતિસાદ

સુરત, 13 માર્ચ : ‘શૂન્ય માંથી સર્જન’ આ વિધાનને ચરિતાર્થ કરતી ત્રિપુરાના નાનકડા ગામની મહિલાઓ અનેક સ્ત્રીઓ માટે પ્રેરણારૂપ છે. પ્રથમ વખત સુરત આવેલા અંજના દાસે સરસ મેળામાં ભાગ લઈ બાંબુની હેન્ડીક્રાફ્ટ બનાવટોનું વેચાણ રૂ.1.11 લાખથી વધુની કમાણી કરી છે. સ્વરોજગારી મેળવી પોતાના પરિવારને મદદ કરવા ઇચ્છતા અંજના દાસ અને તેમના જેવી અન્ય બહેનોએ સરકારની […]

Continue Reading

ઓલપાડના મોર ગામના 1418 ઘરોમાં LED ટ્યૂબલાઈટનું વિતરણ કરતાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ

સુરત, 12 માર્ચ : વન અને પર્યાવરણ, જળસંપત્તિ અને પાણીપૂરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના મોર ગામમાં 1418 ઘરોમાં LED ટ્યુબ લાઈટોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે મંત્રી મુકેશપટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2022-23માં કેન્દ્ર અને રાજ્ય સરકારે મોરગામને મોડેલ ઊર્જા કાર્યક્ષમ ગ્રામ તરીકે અપનાવ્યું છે, જે સંદર્ભે જેડા(ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી) દ્વારા ગામના […]

Continue Reading

સુરત જિલ્લાના કામરેજ ખાતે‘આયુષ મેળો’ યોજાયો : 5251 લોકોએ લાભ લીધો

સુરત, 12 માર્ચ : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, આયુષ નિયામકની કચેરી-ગાંધીનગર અને આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે કામરેજ તાલુકા મથકે ઉમામંગલ હૉલ ખાતે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં ‘આયુષ મેળો’ યોજાયો હતો. જેમાં 5251 લોકોએ નિદાન અને આયુર્વેદિક સારવારનો લાભ લીધો હતો.શિક્ષણ રાજ્યમંત્રીએ ‘આયુષ મેળા’ની મુલાકાત લઈ આડઅસર વિનાના આયુર્વેદ ઉપચાર પદ્ધતિને અપનાવવા […]

Continue Reading

સુરત : ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે લિંબાયત ખાતે મેગા રક્તદાન કેમ્પ તથા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

સુરત, 12 માર્ચ : ભાજપા પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા નિલગીરી મેદાન ખાતે ધારાસભ્ય સંગીતા પાટીલના માર્ગદર્શન હેઠળ ભવ્ય રક્તદાન શિબિર તથા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં 2180 બોટલ રક્ત એકત્ર કરાયું હતું, તેમજ 25 હજારથી વધુ દર્દીઓએ વિવિધ રોગોના નિદાન અને સારવારનો લાભ મેળવ્યો […]

Continue Reading

પ્રાકૃતિક ખેતી પેદાશોના વેચાણ અને કૃષિ પ્રદર્શનમાં સ્વાદરસિયા સુરતીલાલાઓને લાઈવ વાનગીઓ દાઢે વળગી

સુરત, 12 માર્ચ : ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા સુરત શહેરના દયાળજી અનાવિલ કેળવણી મંડળ, મજુરાગેટ ખાતે તા.12 થી 16 માર્ચ સુધી આયોજિત પ્રાકૃતિક ખેતી પેદાશોના વેચાણ અને કૃષિ પ્રદર્શનમાં સુરતવાસીઓને કુદરતી પોષક તત્વો લોહ (આયર્ન) તથા કેલ્શિયમ જેવા તત્વો ધરાવતી નાગલી, અને નાગલીનો લોટ, લુપ્ત થતી દેશી ચોખાની જાતો જેવી કે આંબામોર, લાલકડા, દુધમલાઈ, ચીમનસાળ, […]

Continue Reading

સુરત ખાતે મિલેટ્સ પાકોનો રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો

સુરત,12 માર્ચ : યુનો દ્વારા વર્ષ-૨૦૨૩ને ‘ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ખેતી નિયામકની કચેરી-ગાંધીનગર દ્વારા સુરત શહેરના દયાળજી અનાવિલ કેળવણી મંડળ, મજુરાગેટ ખાતે ‘રાષ્ટ્રીય ખાદ્યસુરક્ષા મિશન- ન્યુટ્રીસિરીલ યોજના’ અંતર્ગત મિલેટ્સ પાકોનો રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો હતો. સાથોસાથ તા.12 થી 16 માર્ચ સુધી 100% ડાંગ ઓર્ગેનિક યોજના હેઠળ આયોજિત મિલેટ્સ પાકોની […]

Continue Reading

સુરત જિલ્લા કક્ષાની સ્કવોડ ટીમની પલસાણા, ચલથાણ અને કડોદરામાં તમાકુ વિરોધી ઝુંબેશ

સુરત, 10 માર્ચ : રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લા કક્ષાની સ્કવોડ ટીમે પલસાણા, ચલથાણ અને કડોદરા ખાતે તમાકુવિક્રેતાઓ દ્વારા બિનઅધિકૃત તમાકુનું વેચાણ, જાહેરાત, જાહેર સ્થળે ધુમ્રપાન કરનારાઓને સ્થળ પર જ દંડ વસુલાતની કામગીરી કરી રૂ.20,900 /- દંડ વસુલ કર્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને ટોબેકો કંટ્રોલ પ્રોગ્રામ નોડલ ઓફિસર ડો.અનિલ બી. પટેલ […]

Continue Reading

સુરત જિલ્લામાં 13મી માર્ચે કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેત રહેવા અનુરોધ

સુરત, 10 માર્ચ : હવામાન વિભાગની આગાહી મુજબ સુરત જિલ્લામાં તા.13મી માર્ચના રોજ કમોસમી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જે મુજબ કમોસમી વરસાદથી ખેડૂતોનો પાક બગડે નહીં તે માટે જરૂરી તકેદારીના પગલાં લેવા ખેડૂતોને અનુરોધ છે.સુરત જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતોએ કૃષિ જણસ, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક […]

Continue Reading

સુરત : વનિતા વિશ્રામ યુનિવર્સિટી ખાતે ‘રિડિફાઈનિંગ વુમનહૂડ’ કાર્યક્રમ યોજાયો

સુરત, 10 માર્ચ : અનીસ-અપમૃત્યુ નિવારણ સહાય સંસ્થા દ્વારા આયોજિત અને વનિતા વિશ્રામ યુનિવર્સિટી મહિલા સેલ તથા ભારત વિકાસ પરિષદ-સુરત મેઈન મહિલા વિંગના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે ‘રિડિફાઈનિંગ વુમનહૂડ’ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ ક્ષેત્રે અદભૂત સિદ્ધિઓ મેળવનાર કિશોરીઓ અને નારીઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે અનીસ સંસ્થાના અધ્યક્ષ ગીતાશ્રોફે પ્રાસંગિક ઉદ્દબોધનમાં સ્ત્રીત્વની […]

Continue Reading