સુરત શહેર-જિલ્લાની તમામ 16 બેઠકો પર ભગવો લહેરાયો, આપ-કોંગ્રેસ થયા ધરાશાયી : ભાજપાને પ્રચંડ જનસમર્થન

સુરત,8 ડિસેમ્બર : સમગ્ર દેશ અને દુનિયાની જે પરિણામો પર નજર હતી તે ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામો ગુરુવારે આવી ગયા છે. રાજ્યની 182 વિધાનસભા બેઠકો પૈકી 156 બેઠકો પર ભવ્યાતિભવ્ય બેઠકો પર વિજય મેળવીને ભાજપાએ ઇતિહાસ રચી દીધો છે.રાજ્યમાં 156 બેઠક પર ભગવો લહેરાયો છે અને ગુજરાતમાં એક નવો જ ઇતિહાસ રચાયો છે.રાજ્યની વિવિધ […]

Continue Reading

કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી જરદોશે સુરત રેલવે સ્ટેશનથી વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

સુરત, 3 નવેમ્બર : કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શના જરદોશના હસ્તે સુરત રેલ્વે સ્ટેશન ખાતે વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ (દૈનિક: ટ્રેન નં.19009/19010)ને લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો હતો. આ ટ્રેન વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા સ્ટેશનો પર ઉભી રહેશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે, ઐતિહાસિક […]

Continue Reading

પલસાણા તાલુકાના બગુમરા ગામે “બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી અને મૂલ્યવર્ધન” વિષય પર એક દિવસીય સેમીનાર યોજાયો

સુરત, 7 ઓક્ટોબર : સુરત નાયબ બાગાયત નિયામકની કચેરી દ્વારા પલસાણા તાલુકાના બગુમરા ગામ સ્થિત રેવા સાંસ્કૃતિક ભવન ખાતે “બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી અને મૂલ્યવર્ધન” વિષય પર એક દિવસીય સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત, ભરૂચ અને તાપી જિલ્લાના 300 ખેડૂતોએ ભાગ લીધો હતો. આ અવસરે નવસારી કૃષિ યુનિવર્સિટીના વરિષ્ઠ વૈજ્ઞાનિક બી.એમ.ટંડેલ અને મદદનીશ […]

Continue Reading

સુરતના લોક સમર્પણ ટ્રસ્ટ સંચાલિત રક્તદાન કેન્દ્રની રજત જયંતી પ્રસંગે રક્તદાતાઓનું સન્માન કરતા રાજ્યપાલ

સુરત, 10 જુલાઈ : ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સુરતના લોક સમર્પણ ટ્રસ્ટ સંચાલિત લોક સમર્પણ રક્તદાન કેન્દ્રના “સમર્પણ રજત જયંતી મહોત્સવ” પ્રસંગે વિશેષ રક્તદાતાઓનું સન્માન કરતા જણાવ્યું હતું કે, રક્તદાન પ્રવૃત્તિ જેવા માનવતાના વિવિધ કાર્યો દ્વારા લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર અન્ય લોકો માટે પ્રેરણા સ્ત્રોત છે. તેમણે જણાવ્યું હતું કે, પોતાના ધનથી માંડી રક્તને પણ […]

Continue Reading

માંડવી તાલુકાના સઠવાવ ખાતે પાણી પુરવઠા યોજનાની મુલાકાત લેતા પાણી પુરવઠા રાજ્ય મંત્રી ચૌધરી

સુરત, 6 જુલાઈ : પાણી પુરવઠા, કલ્પસર અને મત્સ્યોદ્યોગ રાજ્ય મંત્રી જીતુ ચૌધરીએ માંડવી તાલુકાના સઠવાવ ગામે માંગરોળ માંડવી અને ઓલપાડ તાલુકાના 34 ગામો અને તરસાડી નગરપાલિકા માટેની નવીન પ્રગતિ હેઠળની મહુવેજ જુથ પાણી પુરવઠા યોજના સ્થળની, માંડવી ખાતે હયાત કાકરાપાર જુથ પાણી પુરવઠા યોજનાના 42.5 એમ.એલ.ડી. ક્ષમતાના સઠવાવ ફીલ્ટર પ્લાન્ટની તેમજ સુરત બલ્ક યોજનાના […]

Continue Reading

સુરત : શહીદોની સ્મૃત્તિમાં લિંબાયતના નિલગીરી મેદાન ખાતે ‘વીરાંજલિ’ કાર્યક્રમ યોજાયો

સુરત, 14 જૂન : રમત-ગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગરના ઉપક્રમે લિંબાયતના નિલગીરી મેદાન ખાતે વીરાંજલિ સમિતિ દ્વારા દેશના સ્વાતંત્ર્ય માટે પોતાના પ્રાણની આહૂતિ આપનારા વીર ક્રાંતિકારીઓની શહાદતની ઝાંખી કરાવતો ‘વીરાંજલિ’ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રખ્યાત સાહિત્યકાર સાંઈરામ દવે સહિતના 150 જેટલા કલાકારોએ મલ્ટીમીડિયા શૉ થકી વતનના વિસરાયેલા વીરોની ગાથા રજૂ કરી હતી. ઈ..સ.1857ના […]

Continue Reading

ભાવનગર : ભરતનગર બ્રહ્મ સમાજ દ્વારા આવતીકાલે થશે પરશુરામ જયંતીની ભવ્યાતિભવ્ય ઉજવણી

ભાવનગર,2 મે : સનાતન ધર્મના અવતરણ સમયથી રાષ્ટ્ર અને સમાજને શાસ્ત્રો અને શસ્ત્ર વડે શિક્ષા આપનાર બ્રાહ્મણોના આરાધ્ય દેવ અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા ભગવાન પરશુરામજીની જન્મજયંતી આગામી તા.3/5/2022ને અખાત્રીજ, મંગળવારના રોજ આવી રહી છે ત્યારે ભાવેણાના ભૂદેવો અભૂતપૂર્વ ઉત્સાહ સાથે પોતાના આરાધ્યદેવને બ્રહ્મ-વારસાના વૈદિક સંસ્કારો સાથે ભક્તિભાવ પૂર્વક ધામધૂમ સાથે પરશુરામજી જન્મ મહોત્સવને […]

Continue Reading

ગાંધીનગર : કાર્યપદ્ધતિના અભ્યાસ માટે કેરાલાના ચીફ સેક્રેટરીએ લીધી સી.એમ-ડેશબોર્ડની મુલાકાત

ગાંધીનગર, 28 એપ્રિલ : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શનમાં મુખ્યમંત્રી નિવાસસ્થાન ગાંધીનગર ખાતે કાર્યરત CM થી CITIZEN ને જોડતા સી.એમ-ડેશબોર્ડની સમગ્ર કાર્યપ્રણાલિના અભ્યાસ અને તલસ્પર્શી નિરીક્ષણથી જાતમાહિતી માટે કેરાલા સરકારના મુખ્ય સચિવ વી.પી.જોય એ આ ડેશબોર્ડની મુલાકાત લીધી હતી મુખ્યમંત્રી નિવાસસ્થાને તેઓ અઢી-ત્રણ કલાક સુધી રોકાણ કરીને સી.એમ-ડેશબોર્ડની સંપૂર્ણ વિગતોથી વાકેફ થયા હતા. મુખ્યમંત્રીના મુખ્ય […]

Continue Reading

સુરત : પરીક્ષા કેન્દ્રની આસપાસ ચાર કરતા વધુ વ્યક્તિઓએ ભેગા થવા પર પ્રતિબંધ

સુરત, 24 માર્ચ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.28/03/2022થી 12/04/2022 સુધી ધોરણ-10 (એસ.એસ.સી.) અને ધોરણ-12 (એચ.એસ.સી) વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા સુરત શહેરના 356 પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર છે. આ સમયગાળા દરમિયાન પરીક્ષા દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બરકરાર રહે તેવા હેતુથી સુરત […]

Continue Reading

એમ.એસ યુનિવર્સિટીના ભૂમિ ફેસ્ટમાં ગ્રીનમેન વિરલ દેસાઈએ સંવાદ કર્યો

એમ.એસ યુનિવર્સિટીના ભૂમિ ફેસ્ટમાં ગ્રીનમેન વિરલ દેસાઈએ સંવાદ કર્યોવડોદરા: મહારાજા સૈયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના જિયોગ્રાફી ડિપાર્ટમેન્ટ દ્વારા દર વર્ષે યોજાતા વાર્ષિક ‘ભૂમિ ફેસ્ટ’માં ગ્રીનમેન વિરલ દેસાઈએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી અને તેમણે વિદ્યાર્થીઓ સાથે ક્લાયમેટ એક્શન સંદર્ભે સંવાદ કર્યો હતો.ઉલ્લેખનીય છે કે એમ. એસ યુનિવર્સિટીના જિયોગ્રાફી ડિપાર્ટમેન્ટ દ્વારા ભૂમિ ફેસ્ટિવલનું વાર્ષિક આયોજન થતું હોય […]

Continue Reading